IND Vs ZIM 2nd ODI: ભારતે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી, પ્લેઇંગ XIમાં થયો એક બદલાવ

- Advertisement -
Share

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ત્રણ વન ડે મેચની સીરિઝની બીજી મેચ હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાઇ રહી છે. ભારતીય કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી છે. ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવનમાં એકમાત્ર બદલાવ કરવામાં આવ્યો છે. ફાસ્ટ  બોલર દીપક ચહરની જગ્યાએ શાર્દુલ ઠાકુરનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે, હજુ સુધી આ સ્પષ્ટ થયુ નથી કે તેને કેમ બહાર કરવામાં આવ્યો છે. પ્રથમ વન ડેમાં દીપક ચહરે સારી બોલિંગ કરી હતી. બીજી તરફ ઝિમ્બાબ્વેની પ્લેઇંગ ઇલેવનમાં બે બદલાવ થયા છે. મહત્વપૂર્ણ છે કે ભારતે પ્રથણ વન ડે મેચ 10 વિકેટે જીતીને સીરિઝમાં 1-0ની લીડ મેળવી હતી.

ભારતની પ્લેઇંગ XI: શિખર ધવન, શુભમન ગિલ, ઇશાન કિશન, કેએલ રાહુલ (કેપ્ટન), દીપક હુડ્ડા, સંજૂ સેમસન (વિકેટ કીપર)સ અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ

ઝિમ્બાબ્વેની પ્લેઇંગ XI: ઇનોસેંટ કૈયા, તાકુદજ્વાનાશે કૈટાનો, વેસ્લે મધેવેરે, સીન વિલિયમ્સ, સિકંદર રજા, રેજિસ ચકબ્વા (વિકેટ કીપર, કેપ્ટન), રયાન બર્લ, લ્યૂક જોંગવે, બ્રૈંડ ઇવાંસ, વિક્ટર ન્યાઉચી, નતાકા ચિવંગા

ભારતીય ટીમે પ્રથમ મેચમાં 10 વિકેટે જીત મેળવી હતી જેને કારણે ટીમનો આત્મવિશ્વાસ વધ્યો છે. બીજી વન ડેમાં આ જોવુ રસપ્રદ રહેશે કે કેપ્ટન લોકેશ રાહુલ ક્યા ક્રમમાં બેટિંગ કરવા માટે ઉતરે છે. હવે કેએલ રાહુલની આગેવાની ધરાવતી ટીમ ઇન્ડિયા બીજી મેચ જીતીને વન ડે સીરિઝ પર કબજો કરવા માંગશે.
દીપક હુડ્ડાને જો બેટિંગ ક્રમમાં ઉપર ઉતારવામાં આવે છે તો તેનો આત્મવિશ્વાસ વધી શકે છે. સંજૂ સેમસન જો ચોથા નંબર પર ઉતરે છે તો ઇનિંગની સૂત્રધારની ભૂમિકા નીભાવી શકે છે. ભારત આ મેચને જીતીને સીરિઝ જીતવા માટે ઉતરશે. ભારતીય ક્રિકેટ ટીમના બોલરો પર સૌથી વધુ નજર રહેશે. એશિયા કપને ધ્યાનમાં રાખતા કેએલ રાહુલ ઓપનિંગમાં આવી શકે છે.


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!