ફિલ્મી ઢબે રૂ.16.30 લાખની લૂંટ થઇ : સંપૂર્ણ ઘટના સીસીટીવીમાં કેદ

Share

અમદાવાદ શહેરમાં લૂંટનો બનાવ બન્યો. ધોળા દિવસે અને ટ્રાફિકથી ધમધમતા રોડ પર 2 યુવકો 16.30 લાખ રૂપિયા રોકડ ભરેલો થેલો લઈને ફરાર થઈ ગયા હતા. આ અંગેના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે 2 યુવકો યુવક પાસેથી થેલો લઈને ફરાર થઈ જાય છે.

ફાઈલ ફોટો

[google_ad]

જોકે, આ કેસમાં પોલીસ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે. એવી પણ માહિતી મળી છે કે આ કેસમાં ફરિયાદી અને આરોપી બંને એકબીજાના પરિચિત છે. એટલે પોલીસ એ એંગલને ધ્યાનમાં રાખીને પણ તપાસ કરી રહી છે. આ કેસનો મુખ્ય આરોપી 2 દિવસ અગાઉ જાહેરમાં યુવકની હત્યા નિપજાવનાર રાજા ઉર્ફે ભાવેશ સોલંકી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.

Advt

[google_ad]

શહેરના કાગડાપીઠ વિસ્તારમાં ફિલ્મી ઢબે રૂપિયા 16.30 લાખની લૂંટ કરી 2 બાઇક સવારો ફરાર થઈ ગયા છે. લૂંટ કરનાર અન્ય કોઈ નહીં પણ બે દિવસ અગાઉ અમરાઈવાડીમાં હત્યા કરનાર જ રાજા ઉર્ફે ભાવેશ છે. અમરાઈવાડી પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ રાજા ઉર્ફે ભાવેશને ન પકડી શકતા તેણે વધુ એક ગુનો આચરી પોલીસની ઊંઘ હરામ કરી નાખી. અમરાઈવાડી પોલીસ મૂકપ્રેક્ષક બનતા રાજાએ વધુ એક ગુનાને અંજામ આપ્યો છે.

ફાઈલ ફોટો

[google_ad]

અમદાવાદમાં સોમવારે કાગડાપીઠ વિસ્તારના વાણિજ્ય ભવનથી કાંકરિયા ઝૂ સર્કલ વચ્ચે આ ઘટના બનવા પામી છે. બાપુનગરમાં આંગડીયા પેઢીના કર્મચારી પાસેથી 12 લાખ લૂંટવાના 24 કલાકમાં જ થયા છે ત્યારે કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રૂપિયા 16.29 લાખની લૂંટની ઘટના પ્રકાશમાં આવી છે. ચોંકાવનારી બાબત એ છે કે બે દિવસ અગાઉ અમરાઇવાડી વિસ્તારમાં એક યુવકને છરીના 20 ઘા મારીને હત્યા કરનાર કુખ્યાત રાજા ઉર્ફે ભાવેશ સોલંકી નામના આરોપીએ અન્ય વ્યક્તિ સાથે મળી આ લૂંટ કરી હોવાની વિગતો પ્રાથમિક તપાસ માં સામે આવી છે.

 

[google_ad]

પોલીસ દ્વારા ફરિયાદી નિલેશ વૈષ્ણ અને યોગેશ પરમારની પૂછપરછમાં સામે આવ્યું છે કે, બંને અમરાઈવાડી ખાતે આવેલા શ્યામ એજન્સીના કર્મચારીઓ હતા. આ એજન્સી પાસે ITCની ડીલરશીપ છે, જેની રોજબરોજની રોકડ રકમ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં વાણિજ્ય ભવન પાસે આવેલ બેન્કમાં જમા કરવા જતા હોય છે. આ દરમિયાન આ બનાવ બનવા પામ્યો હતો.

 

From – Banaskantha Update


Share