3 વ્યક્તિઓ નડીયાદથી યાત્રાધામ અંબાજીના દર્શન કરવા નીકળ્યા હતા : સદ્દનસીબે મોટી જાનહાની ટળી
દાંતા તાલુકામાં અકસ્માતનો સીલસીલો યથાવત છે. ત્યારે બુધવારે હડાદ-અંબાજી માર્ગ પર એક કારનો અકસ્માત સર્જાયો હતો.
અંબાજી આવતાં માર્ગના તમામ માર્ગો પહાડી અને ઢળાંગવાળો હોવાના લીધે વારંવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે હડાદ અને અંબાજી આવતાં માર્ગ પર એક કારનો અકસ્માત સર્જાયો હતો.
નડીયાદથી આવતાં યાત્રાળુઓ જે હડાદ થઇ અંબાજી આવતાં હતા તેમને હડાદ અને અંબાજી વચ્ચે કારનું ટાયર ફાટતાં કાર લાઇટના થાંભલાથી અથડાઇ અકસ્માત સર્જાયો હતો.
અકસ્માત સર્જાતાં કારમાં બેઠેલા 3 વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો. અંબાજી આવતાં માર્ગ પર એકાએક કારનું ટાયર ફાટતાં કાર લાઇટના થાંભલા સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો.
ત્યારે આ અકસ્માતમાં કારમાં બેઠેલા 3 વ્યક્તિઓ જે નડીયાદથી યાત્રાધામ અંબાજીના દર્શન કરવા નીકળ્યા હતા.
ત્યારે તેમનો અંબાજી માર્ગ પર અકસ્માત સર્જાયો હતો. સદ્દનસીબે આ અકસ્માતમાં મોટી જાનહાની ટળી હતી અને કારમાં બેઠેલા 3 વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો.
From-Banaskantha update