અંબાજીમાં ટ્રકની બ્રેક ફેલ થતાં અકસ્માત સર્જાયો : 3 કલાક બાદ ફસાયેલા ટ્રક ચાલકને બહાર કાઢયો

- Advertisement -
Share

દાંતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી

 

દાંતા તાલુકામાં ફરી અકસ્માતોની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ગઇ મોડી સાંજે અંબાજીથી દાંતા હાઇવે માર્ગ પર એક અકસ્માતની ઘટના સામે આવી હતી. જ્યાં અંબાજીથી માલવાહક ટ્રક દાંતા તરફ જતાં તેમનો ત્રિશુલીયા ઘાટી પર અકસ્માત સર્જાયો હતો.

આ અંગેની વિગત એવી છે કે, અંબાજીથી માલવાહક જતાં એક ટ્રકને ગઇ મોડી સાંજે ત્રિશુલીયા ઘાટી પર અકસ્માત નડયો હતો.
ટ્રકના બ્રેક ફેલ થતાં ડ્રાઇવર દ્વારા ટ્રકના સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતાં અકસ્માત સર્જાયો હતો. માલવાહક ટ્રક ઘાટીના રોડની સામેની સાઇડ અથડાયું હતું. અકસ્માતમાં ટ્રક ચાલક 3 કલાક સુધી ટ્રકમાં ફસાયેલો હતો.

આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતાં ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે દોડી આવી હતી. ત્યારબાદ જે.સી.બી. અને ફાયર બ્રિગેડના મદદથી ટ્રકમાં ફસાયેલા ટ્રક ચાલકને બહાર કાઢવામાં આવ્યો હતો. મોડી સાંજ હોવાના કારણે રાહત બચાવ કામગીરીમાં તકલીફ પડી હતી.
પરંતુ 3 કલાક બાદ ફસાયેલા ટ્રક ચાલકને ભારે જહેમત બાદ ટ્રકમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ત્રિશુલીયા ઘાટીમાં ટ્રકના અકસ્માતની જાણ દાંતા પોલીસને થતાં દાંતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી હતી.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!