બનાસકાંઠા કલેકટરના હસ્તે ઓનલાઇન ક્વીઝનું લોન્ચીંગ કરાયું

Share

15મી ઓગસ્ટ-2021, સ્વતંત્રતા પર્વની ઉજવણી પ્રસંગે બનાસકાંઠા ટીમ એજ્યુકેશન દ્વારા સ્વતંત્ર ભારતનો ઇતિહાસ વિષય પર ઓનલાઈન ક્વીઝનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઓનલાઇન ક્વીઝનું પાલનપુર ખાતે ગુરુવારે બનાસકાંઠા જીલ્લા કલેકટર આનંદ પટેલના હસ્તે લોન્ચીંગ કરવામાં આવ્યું હતું.

[google_ad]

ઓનલાઈન ક્વીઝ સ્પર્ધા-2021માં ધોરણ- 6 થી 8 માં અભ્યાસ કરતાં વિધાર્થી ભાઇ-બહેનો ભાગ લઇ શકશે. સ્વતંત્ર ભારતનો ઇતિહાસ વિષયની આ ક્વીઝમાં કુલ 25 પ્રશ્નો પુછવામાં આવશે અને દરેક પ્રશ્ન 1 ગુણનો છે. ઓનલાઇન ક્વીઝ સ્પર્ધામાં પ્રથમ આવનાર 100 બાળકોને પ્રમાણપત્ર પણ ઓનલાઇન આપવામાં આવશે તથા દેશભક્તિ ગીત માટે જે બાળકોએ પોતાનો વિડીયો અપલોડ કરેલ હશે તેમાંથી પ્રથમ ત્રણ ક્રમાંકના બાળકોને પ્રમાણપત્ર આપી જીલ્લાકક્ષાના કાર્યક્રમમાં સન્માન કરવામાં આવશે.

[google_ad]

 

આ ક્વીઝના લોન્ચીંગ પ્રસંગે નિવાસી અધિક કલેકટર એ. ટી. પટેલ, પ્રાંત અધિકારી એસ.ડી.ગિલવા, જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજયભાઇ પરમાર અને નાયબ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મુકેશભાઇ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા.

 

From – Banaskantha Update


Share