બનાસકાંઠામાં ચૂંટણી ટાણે દારૂની રેલમછેલ : ગુંદરી ચેકપોસ્ટથી દારૂ ભરેલા કન્ટેનર સાથે 3 શખ્સોને ઝડપ્યા

- Advertisement -
Share

પોલીસે કુલ રૂ. 21,11,250 નો મુદ્દામાલ જપ્ત કર્યો

 

બનાસકાંઠા જીલ્લામાં વિધાનસભાની ચૂંટણી અંતર્ગત ચેકીંગમાં રહેલી પોલીસે જૂદી-જૂદી 3 જગ્યાએથી દેશી-વિદેશી દારૂ ઝડપ્યો હતો.

 

પાંથાવાડા પોલીસ મથકની ટીમે ગુંદરી ચેકપોસ્ટે ટ્રેલર નં. RJ-52-GA-1490 ને ઉભુ રખાવી તલાશી લેતાં અંદરથી રૂ. 98,250 ની વિદેશી દારૂની બોટલ નંગ 96 મળી આવી હતી.

 

આ અંગે રૂ. 20,00,000 નું ટ્રેલર, રૂ. 13,000 ના મોબાઇલ ફોન મળી કુલ રૂ. 21,11,250 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ટ્રેલર ચાલક રાજસ્થાનના ચુડલાનો સોકીન હરીકિશન મીણા, સુરજમલ નારૂમલ મીણા અને
નરેન્દ્રસિંહ દોલતસિંહ તોમરને ઝડપી પાડયા હતા. આ અંગે પાંથાવાડા પોલીસે 3 શખ્સો સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 

પાલનપુર પૂર્વ પોલીસની ટીમે સદરપુર ચાર રસ્તા નજીકથી એક મોપેડ ઉભુ રખાવી રૂ. 100 નો દેશી દારૂ ઝડપી પાડયો હતો.
અને શિવનગર વિસ્તારના સિકન્દર ઉર્ફે ચીકુ ભુરાજી માજીરાણા અને જીગ્નેશભાઇ સુરેશભાઇ માજીરાણાને ઝડપી પાડયા હતા. જ્યારે છનાજી ઉર્ફે સન્ની હમીરજી માજીરાણા હાજર મળ્યો ન હતો.

 

અમીરગઢ પોલીસની ટીમે કપાસીયા ગામ નજીક પીકઅપ જીપડાલા નં. GJ-01-JT-4683 માંથી રૂ. 68,220 ની વિદેશી દારૂની બોટલ 84 મળી આવી હતી.

 

આ અંગે રૂ. 8,800 રોકડા, રૂ. 5,00,000 નું જીપડાલું મળી કુલ રૂ. 5,80,020 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ચાલક રાજસ્થાનના ખંદરાના જગદીશભાઇ મગારામ માળીની અટકાયત કરી હતી.

 

જયારે દારૂ મંગાવનાર અમદાવાદ અસલાલીના શ્રવણભાઇ મોહનભાઇ માળી સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!