અંબાજીમાં કાર ચાલકે રીક્ષાને ટક્કર મારતાં 2 મહીલા અને એક બાળકને ઇજા : સદનસીબે મોટી જાનહાની ટળી

- Advertisement -
Share

રીક્ષાને ટક્કર મારી કાર ચાલક કાર સાથે ફરાર : ઇજાગ્રસ્તોને અંબાજી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા

 

યાત્રાધામ અંબાજીમાં હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં બુધવારે એક કાર ચાલકે રીક્ષાને ટક્કર મારીને કાર સાથે ફરાર થઇ ગયો હતો.
સદનસીબે મોટી જાનહાની ટળી હતી. આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલી 2 મહીલા અને એક બાળકને અંબાજી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

આ અંગેની વિગત એવી છે કે, દાંતા તાલુકામાં સતત અકસ્માતનો સીલસીલો જારી છે. ત્યારે બુધવારે યાત્રાધામ અંબાજીમાં એક હીટ એન્ડ રનનો કેસ સામે આવ્યો છે.
અંબાજીના ગબ્બર સર્કલ નજીક આવેલા પેટ્રોલ પંપ સામે એક કાર ચાલકે રીક્ષાને ટક્કર મારી ઘટનાસ્થળેથી કાર લઇ ફરાર થઇ ગયો છે.
અંબાજી ગબ્બર સર્કલ નજીક પેટ્રોલ પંપ સામે કાર ચાલકે રીક્ષાને ટક્કર મારતાં રીક્ષા સવાર લોકોને ઇજાઓ પહોંચી હતી.
ઘટનાસ્થળેથી ઇમરજન્સી સેવા 108 વાન એમ્બ્યુલન્સને જાણ કરતાં 108 વાન એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને અંબાજી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા હતા.
રીક્ષા પલ્ટી ખાતાં 2 મહીલા અને એક બાળકને ઇજાઓ પહોંચી હતી. જે 108 વાન એમ્બ્યુલન્સ મારફતે અંબાજી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.
કાર ચાલક રીક્ષાને ટક્કર મારી આબુરોડ તરફ કાર લઇ ફરાર થઇ ગયો હતો. લોકોએ કાર ચાલકનો પીછો કરતાં અને આગળ સુચના આપતાં કાર આબુરોડ પર આબલીમાર જોડે ડ્રાઇવર કાર મૂકીને ત્યાંથી ફરાર થઇ ગયો હતો.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!