અંબાજી-હડાદ માર્ગ પર થ્રેસર મશીન પલ્ટી ખાતાં એક વ્યક્તિનું મોત : 2 વ્યક્તિઓ ઘાયલ

- Advertisement -
Share

થ્રેસરમાં એક વ્યક્તિ ફસાતાં રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો : ઇજાગ્રસ્તોને સારવાર અર્થે અંબાજી સિવિલ હોસ્પિટલમાં ખસેડયા

દાંતા તાલુકામાં અકસ્માતનો સીલસીલો યથાવત રહેતાં બુધવારે દાંતા તાલુકાના અંબાજી-હડાદ માર્ગ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

અંબાજી-હડાદ માર્ગ પર આવેલા ગના પીપડી ઠાલ નજીક અકસ્માત સર્જાયો હતો. જેમાં અંબાજી-હડાદ માર્ગ પર થ્રેસર મશીન પલ્ટી મારતાં અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં એક વ્યકિતનું મોત નિપજ્યું હતું, જ્યારે 2 વ્યક્તિઓને ઇજાઓ પહોંચી હતી. અકસ્માતમાં થ્રેસર મશીનમાં એક વ્યક્તિ ફસાયો હતો. ત્યારે ફસાયેલા વ્યક્તિને રેસ્ક્યુ કરી બહાર કાઢયો હતો.

 

ગના પીપડી હાઇવે માર્ગ પર થયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. ત્યારે 2 વ્યક્તિઓને ઇજાઓ પહોંચી હતી.

 

ઇમરજન્સી સેવા 108 વાન એમ્બ્યુલન્સને જાણ કરતાં 108 વાન એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી આવી હતી. ત્યારે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે અંબાજી સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા.
વધુમાં હડાદ પોલીસને પણ અકસ્માતની જાણ થતાં હડાદ પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. જેમણે અકસ્માતની વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!