ગૌ આંદોલન કરતાં ગૌ ભક્તો અને સમર્થકનો વિજય થતાં ડીસામાં ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી

- Advertisement -
Share

શુક્રવારે અંબાજીમાં પોષણ યોજનાનું લોન્ચિંગ થશે

 

ગૌ સેવકો રૂ. 500 કરોડની સહાયને લઇ છેલ્લા 6 માસથી આંદોલન ઉપર ઉતરી આવ્યા હતા અને દિન-પ્રતિદિન આંદોલન ઉગ્ર બની રહ્યું હતું.

તા. 30 સપ્ટેમ્બરના રોજ પી.એમ. નરેન્દ્રભાઇ મોદી અંબાજીમાં વિવિધ યોજના લોકાર્પણ માટે આવનાર હોઇ ત્યારે ગૌ સેવકોએ અંબાજીમાં હજારોની સંખ્યામાં ગૌ સેવકો કાળા વાવટા સાથે વિરોધ પ્રદર્શન

કરવાના હતા. તે દરમિયાન ગુરુવારે પોલીસ વિભાગના એડીશનલ ડી.જી.આર. જી. બ્રહ્મભટ્ટે ડીસામાં આવી ગૌ સેવકો સાથે વાતચીત કરી હતી અને પોતે મધ્યસ્થી બની શુક્રવારે વડાપ્રધાન અંબાજીથી

મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજનાનું લોન્ચિંગ કરશે તેવી ખાત્રી આપતાં હાલ પૂરતું ગૌ સેવકોએ અંબાજીમાં વિરોધ પ્રદર્શન મોકૂફ રાખ્યું છે.

જેને લઇને ગૌ સેવકોમાં ખુશીની લહેર પ્રસરી ગઇ હતી અને ગૌ સેવકોએ ડીસાના સાંઇબાબા મંદિર આગળ ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!