બનાસકાંઠામાં એન.એસ.યુ.આઇ. દ્વારા ડ્રગ્સના વધતાં વ્યાપને અટકાવવા જીલ્લા પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપી રજૂઆત કરાઇ

- Advertisement -
Share

ડ્રગ્સ વિરુદ્ધ મુહીમ ચલાવી ડ્રગ્સના વેપારીઓને ઝડપવા માંગ કરી

 

બનાસકાંઠા એન.એસ.યુ.આઇ. દ્વારા મંગળવારે જીલ્લા પોલીસ અધિક્ષકને ગુજરાતમાં વધતાં જતાં ડ્રગ્સના વ્યાપને અટકાવવા માટે આવેદનપત્ર આપી રજૂઆત કરાઇ હતી.

ગુજરાત એન.એસ.યુ.આઇ. દ્વારા ડ્રગ્સ વિરુદ્ધ રાજ્ય વ્યાપી મુહીમ શરૂ કરવામાં આવેલી જે સંદર્ભે મંગળવારે બનાસકાંઠા એન.એસ.યુ.આઇ. દ્વારા જીલ્લા એન.એસ.યુ.આઇ. ના વિવિધ આગેવાનોને સાથે
રાખી પાલનપુર જોરાવર પેલેસમાં પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપી ડ્રગ્સ વિરુદ્ધ મુહીમ ચલાવી ડ્રગ્સના વેપારીઓને ઝડપવા માંગ કરી હતી.
આ પ્રસંગે જીલ્લા એન.એસ.યુ.આઇ. પ્રતિનિધી હાર્દિકભાઇ પઢિયાર, નરેન્દ્રસિંહ સોલંકી, ભૂપેન્દ્રભાઇ માધવી, યુવા કોંગ્રેસના હરજીતભાઇ ચૌધરી, એન.એસ.યુ.આઇ. ના વિપુલભાઇ અશલ, અજયભાઇ રોહીત અને ભાવેશભાઇ ચૌધરી સહીતના મુખ્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!