દાંતીવાડા પોલીસ વ્હારે આવી અકસ્માતગ્રસ્ત મહીલાને હોસ્પિટલ ખસેડીને જીવ બચાવ્યો

- Advertisement -
Share

રાજસ્થાન પરિવારની મહીલાને અકસ્માત નડયો હતો

 

રાજસ્થાન પરિવારના એક મહીલાને સારવાર અર્થે પાલનપુર લઇ જઇ રહ્યા હતા. તે દરમિયાન દાંતીવાડા નજીક વરસાદના કારણે અકસ્માત સર્જાતા દાંતીવાડા પોલીસ વ્હારે આવી અન્ય ગાડીમાં હોસ્પિટલમાં ખસેડાયા હતા.

આ અંગેની વિગત એવી છે કે, દાંતીવાડા વિસ્તારમાં સોમવારે રાત્રિ દરમિયાન ભારે વરસાદના લીધે રાજસ્થાન તરફથી આવતી ગાડી હાઇવે રોડથી નીચે ઉતરી ગઇ હતી અને અકસ્માત સર્જાયો હતો.
તે દરમિયાન પેટ્રોલિંગ દાંતીવાડા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. એસ.ડી. ચૌધરી, અમરતભાઇ દેસાઇ અને સ્ટાફ દ્વારા રેસ્ક્યુ કરી અકસ્માત થયેલ ગાડીમાંથી બીમાર દર્દીને બહાર નીકાળી તાત્કાલીક અન્ય ગાડીની વ્યવસ્થા કરી દર્દીને સારવાર અર્થે પાલનપુર હોસ્પિટલમાં મોકલાયા હતા.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!