મેમદપુર નજીક અકસ્માતમાં ઘાયલ વ્યક્તિનું સારવાર દરમિયાન મોત

Share

 

પાલનપુરથી સપ્તાહ અગાઉ એક્ટીવા ઉપર વડગામ તાલુકાના મેમદપુર જઇ રહેલા દંપતીને મેમદપુર ત્રણ રસ્તા નજીક બસ ચાલકે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં પત્નીનું મોત નિપજ્યું હતુ. જ્યારે તેમના પતિનું બુધવારે પાલનપુરમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

[google_ad]

 

 

 

 

 

આ અંગેની વિગત એવી છે કે, પાલનપુર બ્રિજેશ્વર કોલોનીમાં રહેતાં હસમુખભાઇ મિયાચંદભાઇ ચૌહાણ (ઉં.વ. આ. 50) અને તેમની પત્ની ચંપાબેન ચૌહાણ સપ્તાહ અગાઉ એક્ટીવા નં. GJ-08-BR-8531 ઉપર પાલનપુરથી મેમદપુર આવી રહ્યા હતા.

[google_ad]

 

 

 

 

 

 

તે દરમિયાન વડગામથી પાંચડા જવાના માર્ગ ઉપર આવેલા મેમદપુર ગામ નજીક ત્રણ રસ્તા પાસે મેમદપુર ગામ તરફથી આવી રહેલી એસ.ટી. બસ નં. GJ-18-Z-3654 ના ચાલકે એક્ટીવાને ટક્કર મારી હતી. જેમાં ચંપાબેન ચૌહાણનું મોત નિપજ્યું હતું.

[google_ad]

 

 

 

 

 

 

જ્યારે હસમુખભાઇ ચૌહાણને ગંભીર ઇજાઓ પહોંચતાં પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન બુધવારે તેમનું મોત નિપજ્યું હતું. પત્નીના મોત બાદ પતિનું પણ મોત નિપજતાં પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ છે.

[google_ad]

 

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 

 


Share