દાંતામાં ખેડૂતની બોલેરો ગાડી પર બળજબરીપૂર્વક કબજો કરનાર ભાજપ નેતા સામે ફરિયાદ નોંધાઇ

- Advertisement -
Share

તમે અમારી ઇનોવા ગાડી તોડી નાખી હતી તે બદલે તમારી ગાડી બોલેરો અમને આપવી પડશે જ્યાં સુધી અમારી ગાડી ઇનોવા તૈયાર નહીં થાય સુધી

 

દાંતા તાલુકાના હડાદ પોલીસ મથકે દાંતાના ભાજપ નેતા વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઇ છે. દાંતા તાલુકાના ભાજપ નેતા લાધુ પારધી સામે હડાદ પોલીસ મથકે વધુ એક ફરિયાદ નોંધાઇ છે.
ત્યારે આ ફરિયાદમાં ખેડૂત લાડુભાઇ ધનાભાઇ તરાલે જણાવ્યું હતું કે, ‘અમે લોકો દાંતા જઇ રહ્યા હતા અને રસ્તામાં લાઘુ પારઘીએ અમારી ગાડીને રોકાવીને કહ્યું કે, તે મારી ઇનોવી ગાડી તોડી હતી.
તો જ્યાં સુધી તે તૈયાર નહીં થાય ત્યાં સુધી તારી બોલેરો ગાડી નહીં આપીએ. તેમ કહીને મારી બોલેરો ગાડી પર બળજબરીપૂર્વક કબજો કર્યો છે.’

ફરિયાદના આધારે લાડુ ધનાભાઇ તરાલના જણાવ્યા અનુસાર, ‘તે જામરુથી દાંતા જવા માટે પોતાની ગાડી બોલેરો લઇ તેઓ અને તેમના પુત્ર રવાના થયા હતા.
ત્યારે બામોદરા ચાર રસ્તા પર દાંતાના ભાજપ નેતા લાધુ પારધી અને તેમનો પુત્ર દ્વારા અમારી ગાડી રોકાવી તેમને અગાઉ બનેલી ઘટનાને લઇ વાત કરતાં લાધુ પારધી કહ્યું હતું કે, તમે અમારી ઇનોવા ગાડી તોડી નાખી હતી.
તે બદલે તમારી ગાડી બોલેરો અમને આપવી પડશે. જ્યાં સુધી અમારી ગાડી ઇનોવા તૈયાર નહીં થાય. તેવું કહેતાં ભાજપ નેતા લાધુ પારગીએ બળજબરીપૂર્વક અમારી ગાડી બોલેરો કબજામાં લીધી હતી.
તો અમે ત્યાંથી ભયના લીધે ભાગી ગયા હતા. ત્યારબાદ અમે અમારે પરિવાર સાથે ઘરે જઇ ચર્ચા-વિચારણા કરી દાંતા તાલુકાના હડાદ પોલીસ મથકે ભાજપ નેતા લાધુ પારધી સામે ફરિયાદ નોંધાવી છે.’

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!