ચંડીસર GIDCમાં શ્રમિક માતાની નજર સામે ટેન્કર ચાલકે પુત્ર-પુત્રીને ટાયર નીચે કચડી દેતા મોત

- Advertisement -
Share

પાલનપુરના ચંડીસર જી.આઇ.ડી.સીમાં રહેતા શ્રમિક પરિવારના 2 બાળકો ટેન્કરના ટાયર નીચે કચડાઇ જતાં તેમની માતાની નજર આગળ જ મોત થયા હતા. બંને બાળકો તેમની માતાની સાથે બોઇલર વિભાગ તરફ જઇ રહ્યા હતા. ત્યારે આ ગમખ્વાર અકસ્માત થયો હતો.

 

મધ્યપ્રદેશના લાલસીંગ માનસિંગ બારીયા જીઆઇડીસીમાં વૈષ્ણવદેવી, રીફોઈલ્સ એન્ડ સોવલેક્સ ઓઇલમીલમાં રહીને છેલ્લા 10 વર્ષથી મજૂરી કામ કરી પરિવારજનોનું ગુજરાન ચલાવે છે. તેમના પત્ની રેખાબેન ઓઈલમિલમાં બોઇલર વિભાગમાં કામ કરે છે.

 

દરમિયાન ગુરૂવારે સાંજના સુમારે રેખાબેન તેમની દીકરી હંસિકા અને દીકરા હાર્દિક સાથે બોઇલર વિભાગ તરફ જઇ રહ્યા હતા. ત્યારે પુરઝડપે આવેલા ટેન્કર નં. GJ-08-AU-8975નો ચાલક મડાણા(ડાં)નો અલાઉદ્દીનખાન ઘાસુરાએ બંને ભાઇ-બહેનને અડફેટે લીધા હતા.

 

જ્યાં બંનેના માથા ટેન્કરના ટાયર નીચે ચગદાઇ જતાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત થયું હતુ. આ અંગે લાલસીંગે ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ટેન્કર ચાલક સામે ગૂનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!