ડીસામાં કોહારામણના કારણે ટ્રકની અડફેટે આવતા 5 બહેનોના એકના એક ભાઈનું મોત

- Advertisement -
Share

કમોસમી વરસાદ વરસ્યા બાદ આજે વહેલી સવારથી જ ગાઢ કોહારામણે ડીસાને ઘેરી લીધું હતું. તે ધુમ્મસના પગલે જુનાડીસા પાસે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી. જેમાં રીક્ષામાં બેસવા જતાં યુવકને આઇસર ટ્રક ચાલકે અડફેટે લેતા ઇજાગ્રસ્ત રાહદારી યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. ડીસા તાલુકા પોલીસ અકસ્માત સ્થળે પહોંચી ટ્રક ચાલકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ડીસામાં 2 દિવસથી માવઠા બાદ આજે રહેલી સવારે વાતાવરણમાં ભારે ધુમ્મસ છવાયુ હતું. જેના કારણે વાહનચાલકોને વિઝીબિલિટી ઘટી જતાં મુશ્કેલીમાં મુકાયા હતા. ત્યારે ગાઢ ધુમ્મસ કારણે ડીસા તાલુકાના જુનાડીસા ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. જુનાડીસા ગામે રહેતો મનીષ સરાણીયા નામનો 18 વર્ષિય યુવક તેના ફઈના દીકરા ભાઈના ઘરે જઈ રહ્યો હતો અને તે રિક્ષામાં બેસવા જતા આઈસર ટ્રકના ચાલકે તેને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.
ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું કરુણ મોત નીપજ્યું હતું. પોલસે અકસ્માત મામલે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ કરી હતી.
જુનાડીસા ગામે જીવન જ્યોત સોસાયટીના મૃતક મનીષ કમાભાઈ સરાણીયાની માતા વિકલાંગ અને પિતા અસ્થિર દિમાગના છે. પાંચ બહેનો વચ્ચે આ એકમાત્ર ભાઈ અને ઘરમાં કમાનાર પણ આ એકમાત્ર વ્યક્તિ હોવાથી પરિવારની તમામ જવાબદારી તેના માથે હતી. પરંતુ આજે અકસ્માતમાં ઘરમાં આધારસ્તંભ સમાન વ્યક્તિનું મોત થતા પરિવારમાં માતમ છવાયો છે.

 

ડીસામાં ધુમ્મસ

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!