નવી ભીલડીમાં આવેલા 50 મકાનોમાં ગટર અને વરસાદી પાણી ઘુસતા રોગચાળો ફેલાવાની ભીતિ

- Advertisement -
Share

બનાસકાંઠામાં શનિવારે રાત્રે અને રવિવારે કમોસમી વરસાદ પડ્યો હતો. ત્યારે ડીસાની નવી ભીલડી સામૂહિક આરોગ્યની બાજુમાં આવેલા 50થી વધુ રહેણાંક મકાનોમાં ગટર અને વરસાદી પાણી ઘરોમાં ઘુસી ગયા હતા.

 

ડીસાના નવી ભીલડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર આગળ ગટરનું ગંદુ પાણી ભરાતું જેનો વર્ષોથી નિકાલ માટેની માંગણી કરવામાં આવી રહી છે. જેમાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સામુહિક આરોગ્ય કેન્દ્રની બાજુમાં 20 લાખના ખર્ચે ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ગટરના પાણીનો નિકાલ માટે નાખવામાં આવ્યો છે.

પરંતુ રવિવારે પડેલા સામાન્ય વરસાદના કારણે ગટર અને વરસાદી પાણી બાજુમાં રહેતા ખેતરમાં 50થી વધુ રહેણાંક ઘરોમાં ઘુસી જતા લોકોને ભારે હાલાકી પડી રહી હતી.

લોકો ગંદા પાણીમાં રહેવા અને ચાલવા મજબૂર બન્યા હતા અને દુર્ગંધથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત જોવા મળી રહી છે. સત્વરે તંત્ર દ્વારા આ સમસ્યાનો નિકાલ કરવામાં આવે તેવી લોકોની માંગ છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!