અમીરગઢના ધનપુરામાં આધેડના ગળામાં પતંગની દોરી આવી જતા લોહીલુહાણ

- Advertisement -
Share

અમીરગઢ ધનપુરાની સીમમાં પતંગની દોરીથી એક ઈસમ ઘાયલ થયો હોવાની ઘટના સામે આવી. જેમાં અમરાભાઇ નામનો વ્યક્તિ ધનપુરાની સીમમાંથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે પતંગની દોરી ગળામાં આવતા આધેડ લોહીલુહાણ થયો હતો. તાત્કાલીક 108માં સારવાર માટે પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

 

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢના ધનપુરા ગામની સીમ પાસે એક ઈસમના ગળાના ભાગે પતંગની દોરી ઉતરતા 108 દ્વારા પાલનપુર ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડવામાં આવ્યા છે. અમરાભાઇ નામના ઈસમ ધનપુરાની સીમમાંથી પસાર થતાં તે સમયે ગળાના ભાગે દોરી ચાલી જતા અમરાભાઇ ગંભીર રીતે ઘાયલ થયા હતા ગળામાંથી લોહી જોતા સ્થાનિકો દ્વારા તત્કાલીક 108ને જાણ કરવામાં આવી હતી.
108 EMT લલીતભાઈ પરમાર અને પાઇલોટ અરવિંદભાઈ ચૌહાણ તાત્કાલિક ઘટના સ્થળે પર દોડી પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્તને ઈમરજન્સી સારવાર આપી 108 મારફતે પાલનપુર ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!