સ્વામી વિવેકાનંદની જન્મ જયંતી નિમિત્તે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત આજે બનાસકાંઠાના ડીસામાં પણ યુવા ભાજપ દ્વારા મેરેથોન દોડનું આયોજન કરાયું હતું.
આ મેરેથોન દોડ એરપોર્ટ ચાર રસ્તાથી સાંઇબાબા મંદિર સુધી યોજાઇ હતી. જેમાં સાંસદ દિનેશભાઈ અનાવડીયા, ધારાસભ્ય પ્રવિણ માળી સહિત મોટી સંખ્યામાં યુવાનોએ મેરેથોન દોડમાં ભાગ લઈ દોડ્યા હતા અને એકથી ત્રણ નંબર સુધી વિજેતા થનાર યુવાનોને ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા.
આ મેરેથોન દોડમાં રાજ્યસભાના સાંસદ દિનેશભાઈ અનાવડીયા, ધારાસભ્ય પ્રવીણ માળી, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ સાગરે જણાવ્યું હતું કે, આજે ડીસા સહિત સમગ્ર ગુજરાતમાં સ્વામી વિવેકાનંદની જન્મ જયંતી નિમિત્તે મેરેથોન દોડનું આયોજન કરાયું છે અને દરેક યુવાનો તંદુરસ્ત રહે અને રાષ્ટ્ર માટે કામ કરે તેવી ભાવના સાથે ખૂબ જ મોટી સંખ્યામાં યુવાનોએ મેરેથોન દોડમાં ભાગ લીધો હતો.
From – Banaskantha Update