બાપુનગર પોલીસ સ્ટેશન અમદાવાદમાં અપહરણના ગુનાના છેલ્લા 2 વર્ષથી નાસતા ફરતા આરોપી તેમજ ભોગ બનનારને બનાસકાંઠા થરાં પોલીસે શોધી કાઢ્યા છે. જેમાં થરાં પોલીસને મળેલી બાતમી હકીકત મહેસાણાથી અપહરણના આરોપી તેમજ ભોગ બનનારને ઝડપી પાડી થરાં પોલીસ સ્ટેશન લાવી આગળની તપાસ હાથ ધરી છે.
પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેંજ કચ્છ ભુજ જે.આર.મોથલીયા તેમજ અક્ષયરાજ પોલીસ અધિક્ષક બનાસકાંઠા જીલ્લાનાઓએ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સુચના કરેલ હોય થરા પોલીસ સ્ટેશનનાઓના માર્ગદર્શન આધારે બાપુનગર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ અપહરણના ગુનાના કામના આરોપી તથા ભોગબનનારને પકડી પાડવા પોલીસ સ્ટાફને સુચના કરેલ હોઈ જે ખાનગી બાતમી હકીકત આધારે મહેસાણા મુકામેથી આરોપી પ્રવિણજી જોરાજી ચોથાજી જાલેરા ઉંમર 22 મુળ રહે.ટોટાણા તા.કાંકરેજ હાલ રહે.મહેસાણા પાંચોટ ચોક્ડી પાસે કેશવ રેસીડેન્સીમાં ચોકીયાત મહેસાણાવાળાને તથા ભોગબનનારને થરા ટાઉન વિસ્તારમાંથી શોધી કાઢી થરા પોલોસે સ્ટેશને લાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
From – Banaskantha Update