પાલનપુરમાં તબીબની કારની ટક્કરથી બાળકીનું મોત નીપજ્યું છે. પાલનપુરનાં એરોમા સર્કલ પાસે પોતાના ભાઈ સાથે ઉભેલી બાળકીને તબીબ મિલન મોદીએ ટક્કર મારી હતી. ટક્કરબાદ બાળકીને કાર નીચે કચડી નાંખતા બાળકીનું મોત નીપજ્યું છે.
શ્રમજીવી પરિવારની બાળકીનું મોત નીપજતા ડોક્ટર સામે કડક કાર્યવાહી કરવાની લોકોની માંગ છે. પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે તબીબ મિલન મોદી સામે પોલીસ ફરિયાદ પણ નોધાઇ ચુકી છે.
પાલનપુરનાં એરોમા સર્કલ પર ઉભી રહેલી બાળકીને ટક્કર મારતા ટાયર બાળકી પર ફરી વળ્યું હતુ. જેના કારણે બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ ઘટના ગઈકાલે સાંજે બનવા પામી હતી. પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે તબીબ મિલન મોદી સામે પોલીસ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
From – Banaskantha Update