voguerre sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN

પાલનપુરમાં ચારેય તરફના માર્ગો ઉપર વાહન પાર્ક નહીં કરવા અંગેનું બનાસકાંઠા જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરાયું

- Advertisement -
Share

આ જાહેરનામું તા. 1 લી જાન્યુઆરી 2023 થી તા. 14 ફેબ્રુઆરી 2023 સુધી અમલમાં રહેશે

 

સુપ્રિમ કોર્ટમાં દાખલ થયેલ આદેશ મુજબ પાર્કીંગ અને ટ્રાફીકના પ્રશ્નો નિવારવા માટે હાલની પરિસ્થિતિને ધ્યાને લઇ સુધારા વધારા કરી જાહેરનામું પ્રસિધ્ધ કરવાની અને તેની અમલવારી કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.
જે અનુસંધાને પોલીસ અધિક્ષક, બનાસકાંઠા દ્વારા પાલનપુર એરોમા સર્કલની ચારેય તરફ હોટલો, જી.ઇ.બી. કચેરી અને શાળા-કોલેજો, હોસ્પિટલ વિગેરે જાહેર જનતાના ઘસારાવાળી જગ્યાઓ ઉપર લોકો
વાહનો રોડ ઉપર પાર્ક કરીને જતાં રહેતાં હોવાથી ઇમરજન્સી સેવાના વાહનોને અડચણ ઉભી થતી હોઇ એરોમા સર્કલની ચારેય તરફના માર્ગો ઉપર 150 મીટરના અંતર સુધી વાહન પાર્ક નહીં કરવા અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ કરવા જીલ્લા મેજીસ્ટ્રેટ બનાસકાંઠાને દરખાસ્ત કરી છે.

સુપ્રિમ કોર્ટના આદેશ અન્વયે પાલનપુરમાં આવેલ એરોમા સર્કલની ચારેય તરફના મુખ્ય માર્ગો ઉપર 150 મીટરના અંતર સુધી ‘નો પાર્કીંગ ઝોન’ જાહેર કરવો ઉચિત જણાતાં બનાસકાંઠા જીલ્લા મેજીસ્ટ્રેટ આનંદ
પટેલ આઇ.એ.એસ. દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ મળેલ સત્તાની રૂએ પાલનપુર એરોમા સર્કલની ચારેય તરફના મુખ્ય માર્ગો ઉપર 150 મીટરના અંતર સુધીના મુખ્ય માર્ગને ‘નો પાર્કીંગ ઝોન’ જાહેર કરવા
ફરમાન કરવામાં આવ્યું છે. આ જાહેરનામું એરોમા સર્કલની ચારેય તરફના મુખ્ય માર્ગો ઉપર 150 મીટરના અંતર સુધીના વિસ્તારને લાગુ પડશે. આ જાહેરનામું તા.1 લી જાન્યુઆરી 2023 થી તા.14 ફેબ્રુઆરી 2023 સુધી અમલમાં રહેશે.
આ હુકમ અન્વયે બનાસકાંઠા જીલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિક્ષકના દરજ્જાથી હેડ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર શખ્સો સામે ભારતીય
ફોજદારી ધારાની કલમ-188 અને ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ની કલમ-131 મુજબ ફરિયાદ માંડવા અધિકૃત કરવામાં આવેલ છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!