આકારણી વેરાનો દાખલો અને મકાન વેરાની પહોંચ કાઢી આપવા બદલ તલાટીએ લાંચની માંગણી કરી હતી
ભૂજની જુણા જૂથ ગ્રામ પંચાયતનો તલાટી મંત્રીને એ.સી.બી.એ રૂ. 9,000 ની લાંચ લેતાં ઝડપી પાડતાં ચકચાર મચી ગઇ છે. ફરિયાદીને આકારણી વેરાનો દાખલો અને મકાન વેરાની પહોંચ કાઢી આપવા બદલ
તલાટીએ લાંચની માંગણી કરી હતી. ફરિયાદ આપવા માંગતાં ન હોય એ.સી.બી. માં ફરિયાદ કરતાં એ.સી.બી.એ છટકું ગોઠવી તલાટીને લાંચ લેતાં રંગેહાથ ઝડપી પાડયો હતો.
આ અંગેની વિગત એવી છે કે, ભૂજ તાલુકાની જુણા જૂથ ગ્રામ પંચાયતમાં શામરા મોહનભાઇ ગઢવી તલાટી મંત્રી તરીકે ફરજ બજાવે છે.
એક ફરિયાદીને નવું વીજ કનેશન લેવાનું હોય જરુરી દસ્તાવેજો પૈકી આકારણી વેરાનો દાખલો અને મકાન વેરા પહોંચ મેળવવા માટે તલાટીનો સંપર્ક કર્યો હતો.
આ બંને આપવા બદલ તલાટીએ ફરિયાદી પાસે રૂ. 9,000 ની લાંચ માંગી હતી. જે ફરિયાદ આપવા માંગતાં ન હોય ફરિયાદીએ એ.સી.બી.નો સંપર્ક કરી ફરિયાદ આપી હતી.
એ.સી.બી.એ છટકું ગોઠવી ભૂજના હમીરસર તળાવની સામે આવેલી લેક વ્યૂ હોટલ નજીકથી લાંચની રકમ સ્વીકારતાં રંગેહાથ ઝડપી પાડયો હતો.
લાંચ સ્વીકારતાં ઝડપાયેલા તલાટી મંત્રીની અટકાયત કરી એ.સી.બી.એ વધુ તપાસ હાથ ધરી છે. ભૂજમાં એ.સી.બી.એ સફળ ટ્રેપ કરતાં લાંચીયા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો હતો.
From-Banaskantha update