Free Porn
xbporn

https://www.bangspankxxx.com

ડીસાના માલગઢમાં ગટર બનાવ્યા વગર મહીલા સરપંચે લાખો રૂપિયા ઉપાડયા હોવાનો આક્ષેપ

- Advertisement -
Share

આ વિસ્તારમાં ગટર બનેલી નીકળે તો ગટર બનાવવાના થતાં ખર્ચની 4 ઘણી રકમ સ્થાનિક લોકો ચૂકવવા તૈયાર છે

 

ડીસા તાલુકાની સૌથી મોટી ગ્રામ પંચાયત માલગઢ ગ્રામ પંચાયતના મહીલા સરપંચ સામે સ્થાનિક ગ્રામજનોએ ગેરરીતીના ગંભીર આક્ષેપ લગાવ્યા છે.

ગ્રામજનોનું માનવું છે કે, માલગઢમાં આવેલી કુડાવાળી ઢાંણીમાં ગટર બનાવ્યા વગર ગટરના નામે નાણાં ઉઠાવી લેવામાં આવ્યા છે. જ્યારે સ્થળ પર ગટરનું કોઇ જ નામો નિશાન નથી.

ડીસા તાલુકામાં આવેલા માલગઢ ગામના રહીશો અત્યારે મહીલા સરપંચના વહીવટને લઇ નિરાશ જોવા મળી રહ્યા છે. તાજેતરમાં માલગઢ ગામમાં વિકાસના કાર્યો કરવામાં આવ્યા હોવાનો સ્થાનિક મહીલા સરપંચ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો.
પરંતુ મહીલા સરપંચના આ દાવા સાથે સ્થાનિક ગ્રામજનો સંમત નથી. ગ્રામજનોનું માનવું છે કે, માલગઢ ગામમાં આવેલી કુડાવાળી ઢાંણી વિસ્તારમાં ગટર બનાવવાના નામે મહીલા સરપંચ દ્વારા લાખો રૂપિયાની ઉચાપત કરાઇ છે.
જ્યારે સ્થળ પર કોઇ જ ગટરનું કામ કરવામાં આવ્યું નથી અને જ્યાં ગટર બનાવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે તે વિસ્તારમાં અત્યારે પણ મુખ્ય માર્ગ પર પાણી રેલાતું નજરે પડી રહ્યું છે.
આ મુદ્દે સ્થાનિકો જણાવી રહ્યા છે કે, કુડાવાળી ઢાંણી વિસ્તારમાં મહીલા સરપંચ દ્વારા ગટર બનાવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ત્યારે જો આ વિસ્તારમાં ગટર બનેલી નીકળે તો ગટર બનાવવાના થતાં ખર્ચની 4 ઘણી રકમ સ્થાનિક લોકો ચૂકવવા તૈયાર છે.
માલગઢ ગામમાં કુડાવાળી ઢાંણી વિસ્તારમાં ગટરને લઇ મામલો ગરમાયો છે. જેને પગલે અન્ય સ્થાનિક અરવિંદભાઇ સુંદેશા અને કાન્તીલાલ પઢિયારે ગટર બનાવવામાં વ્યાપક ગેરરીતી આચરવામાં આવી
હોવાની આશંકાને પગલે ગ્રામ પંચાયતથી માંડીને જીલ્લા વિકાસ અધિકારી સમક્ષ લેખિતમાં ગેરરીતી આચરવામાં આવી હોવાની અરજી પણ કરી છે.
આ સમગ્ર મામલે અમે માલગઢ ગ્રામ પંચાયતના મહીલા સરપંચ ગટુબેન સુંદેશાનો સંપર્ક કર્યો હતો અને તેમની પર થયેલા આક્ષેપ અંગે તેમની પ્રતિક્રીયા જાણવાનો પ્રયાસ કરતાં તેમને કેમેરા સામે કુડાવાળી
ઢાંણીમાં ગટરનું કામ પૂર્ણ થયું હોવાનો સ્વીકાર કરવા ઉપરાંત તેમને જણાવ્યું હતું કે, ‘નાણાં લીધા છે અને કામ પણ કરી દેવામાં આવશે.
માલગઢ ગ્રામ પંચાયતમાં ગેરરીતીના ઉભા થયેલા ભૂતને લઇ મામલો પેચીદો બન્યો છે. એક તરફ ગ્રામજનો કુડાવાળી ઢાંણીમાં ગટરનું કામ ન થયું હોવાના આક્ષેપ લગાવી રહ્યા છે.
ત્યારે બીજી તરફ મહીલા સરપંચ કુડાવાળી ઢાંણીમાં ગટર બનાવવામાં આવી હોવાનો સ્વીકાર કરી રહ્યા છે. ત્યારે હવે આ સમગ્ર બાબતે તપાસમાં શું બહાર આવે તે જોવાનું રહ્યું.’

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!