ડીસામાં 30 થી વધુ દબાણદારોને આખરી નોટીસ ફટકારી : 3 દિવસમાં રહેણાંકના દબાણો હટાવવા નગરપાલિકાએ તાકીદ કરી

- Advertisement -
Share

દબાણ દૂર કરવામાં નહીં આવે તો નગરપાલિકા અધિનિયમ 1963 ની કલમ-185 મુજબ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાશે

ડીસાની આદર્શ હાઇસ્કૂલ પાછળ રહેણાંક દબાણો હટાવવા માટે નગરપાલિકાએ 30 થી વધુ દબાણદારોને નોટીસ ફટકારી છે અને 3 દિવસમાં દબાણ દૂર કરવામાં નહીં આવે તો નગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે.
ડીસામાં આદર્શ હાઇસ્કૂલ પાછળ લોકોએ દબાણ કરી ઓરડીઓ બનાવી દીધી છે. જાહેર માર્ગ પર ઓરડીઓ બનાવી વર્ષોથી લોકો દબાણ કરીને રહે છે.
ત્યારે નગરપાલિકા દ્વારા આ દબાણદારોને વારંવાર દબાણો દૂર કરવા માટે નોટીસ અપાઇ હતી. તેમ છતાં પણ હજુ સુધી એક પણ વ્યક્તિએ જાતે દબાણ દૂર ન કરતાં નગરપાલિકાએ હવે 30 થી વધુ દબાણદારોને
આખરી નોટીસ ફટકારી છે અને 3 દિવસમાં જ દબાણ દૂર કરવામાં નહીં આવે તો નગરપાલિકા અધિનિયમ 1963 ની કલમ-185 મુજબ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાશે.
જેમાં દબાણ દૂર કરવાનો ખર્ચ અને જોખમની જવાબદારી પણ દબાણદારોની રહેશે તેમ નોટીસમાં જણાવવામાં આવ્યું છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!