સુપોષિત માતા સ્વસ્થ બાળ યોજનાનું નામ બદલીને મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના કરાયું : એકઠી કરાયેલી બેગ 5 ઇકો ભરી પાલનપુરથી ગાંધીનગરમાં મોકલાઇ
બનાસકાંઠા જીલ્લા પંચાયત સંચાલિત મહીલા અને બાળ વિકાસ વિભાગ (આઇ.સી.ડી.એસ.) હેઠળ આંગણવાડીઓ કેન્દ્રમાં આવતી પ્રથમવાર સગર્ભા બનનાર મહીલાઓને સુપોષિત માતા સ્વસ્થ બાળ યોજના અંતર્ગત પોષણક્ષમ આહાર માટેની કીટ આપવામાં આવે છે.
કીટ જે થેલીમાં અપાય છે તે થેલી સુપોષિત માતા સ્વસ્થ બાળ યોજના (એસ.એમ.એસ.બી.વાય.) નું નામ બદલીને હવે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના (એમ.એમ.એસ.વાય.) કરવામાં આવતાં જીલ્લામાં અપાયેલી હજારો થેલીઓ ગાંધીનગરની વડી કચેરીમાં જમા કરાવી છે.
સોમવારે પાલનપુર આઇ.સી.ડી.એસ. વિભાગ દ્વારા જૂદા-જૂદા તાલુકામાંથી થેલીઓ એકત્રિત કરવાની કામગીરી કરી હતી અને તમામ થેલીઓ સાંજે પાલનપુર ઇકો વાનમાં લાવવામાં આવી હતી.
જે બાદ તમામ ગાંધીનગર મોકલવા રવાના કરાઇ હતી. જેમાં આ તમામ થેલીઓ હતી. આ અંગે આઇ.સી.ડી.એસ. વિભાગને પૂછતાં સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘યોજનાનું નામ બદલવાથી થેલીઓ જમા કરાવવામાં આવી રહી છે.’
From-Banaskantha update