ડીસાના જૂની ભીલડીના શખ્સે યુવતીને મહારાષ્ટ્રમાં લઇ જઇ દુષ્કર્મ ગુજારતાં ચકચાર

- Advertisement -
Share

યુવતીના ભાઇનો મિત્ર હોઇ ઘરે આવતો હોવાથી સબંધ બંધાયો હતો : શખ્સની અટકાયત કરી યુવતીને હોસ્પિટલમાં લઇ જઇ મેડીકલ સહીતની તપાસ હાથ ધરાઇ

ડીસાના જૂની ભીલડીનો શખ્સ તેના મિત્રના ઘરે જતાં મિત્રની બહેન સાથે આંખો મળી ગઇ હતી. જે પછી બંને મોબાઇલ ઉપર વાતો કરી નજીક આવ્યા હતા.
તે દરમિયાન આ શખ્સ તેણીને મહારાષ્ટ્રના વર્ધામાં લઇ જઇ હોટલમાં રાખી દુષ્કર્મ ગુજાર્યું હતું. જ્યાંથી અમદાવાદ આવતાં પરિવારજનોએ ઝડપી પાડયા હતા.
યુવતીએ ફરિયાદ નોંધાવતાં પોલીસે શખ્સની અટકાયત કરી હતી. જૂની ભીલડીનો નારણભાઇ નરસુંગભાઇ મકવાણા (વાલ્મિકી) એક ગામમાં રહેતાં તેના મિત્રના ઘરે જતો હતો. જ્યાં મિત્રની 22 વર્ષિય બહેન સાથે પ્રેમ સબંધ બંધાયો હતો.

 

જેણે તેણીને મોબાઇલ આપતાં બંને જણાં વાતો કરતાં હતા અને ઘરે કોઇ ન હોય ત્યારે નારણ ઘરે આવતો હતો.
તે દરમિયાન તા. 7 ડિસેમ્બરના દિવસે નારણે યુવતીને ફરવા જવાનું છે તેમ કહી ઘરેથી રૂપિયા-દાગીના લાવવાનું કહેતાં યુવતી તેની માતાની સોનાની હાંસડી, બુટ્ટી, ડોડી, ઓમ અને રોકડ રૂ. 90,000 લઇને ગઇ હતી.

 

જ્યાંથી નારણ તેણીને અમદાવાદ લઇ ગયો હતો અને દાગીના વેચી દીધા હતા અને ટ્રેનમાં બેસી મહારાષ્ટ્રના વર્ધા ગામમાં લઇ ગયો હતો. જ્યાં ગેસ્ટ હાઉસમાં 2 દિવસ રાખી દુષ્કર્મ ગુજાર્યું હતું.
ત્યાંથી અમદાવાદ લાવી વકીલની ઓફીસે કાગળોમાં સહીઓ કરાવી હતી. જોકે, ત્યાં નારણના પરિવારજનો શોધતા-શોધતા આવી બંનેને ઝડપી પાડયા હતા.
જ્યાંથી ભીલડી પોલીસ મથકે લાવ્યા હતા. યુવતીએ ભીલડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આથી નારણભાઇ નરસુંગભાઇ મકવાણાની અટકાયત કરી યુવતીને હોસ્પિટલમાં લઇ જઇ મેડીકલ સહીતની તપાસ હાથ ધરાઇ હતી.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!