મોડાસામાં 2 ગ્રાહકો અને સંચાલક વચ્ચે છૂટાહાથની મારામારી કરતાં ચકચાર

- Advertisement -
Share

ગ્રાહકે દુકાનના કાચ તોડી નાખ્યા : સમગ્ર ઘટના સી.સી.ટી.વી. કેમેરામાં કેદ

 

મોડાસાના ડીપ વિસ્તારમાં આવેલા એક નાસ્તા ફરસાણ હાઉસમાં 2 ગ્રાહક અને નાસ્તા હાઉસના સંચાલક વચ્ચે કોઇક બાબતે થયેલા છૂટાહાથની મારામારીનો વિડીયો સોશિયલ મીડીયામાં વાયરલ થયો હતો. ગ્રાહકે ઝઘડા દરમિયાન કાઉન્ટરનો કાચ પણ તોડી હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું.

આ અંગેની વિગત એવી છે કે, મોડાસાના શામળાજી રોડ ઉપર ડીપ વિસ્તારમાં આવેલા નાસ્તા ફરસાણ હાઉસમાં આવેલા 2 ગ્રાહકો અને સંચાલક વચ્ચે કોઇક બાબતે બોલાચાલી થઇ હતી.
તે દરમિયાન મામલો બિચકતાં સંચાલક અને ગ્રાહક વચ્ચે છૂટાહાથની મારામારી થતાં આજુબાજુથી લોકો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા અને ગ્રાહક અને વેપારીને છૂટા પાડવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, ઉપરોક્ત ઘટના સંદર્ભે પોલીસને જાણ કરાઇ હોવાનું જાણવા મળ્યું હતું.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!