ડીસામાં બીજા દિવસે 7 દુકાનોમાં તસ્કરો ત્રાટક્યા : બુકાનીધારી તસ્કરો સી.સી.ટી.વી. કેમેરામાં કેદ

- Advertisement -
Share

વારંવાર થતી ચોરીથી લોકોમાં ફફડાટ ફેલાયો : તસ્કરો માલ-સામાનની ચોરી કરી ગયા

 

ડીસામાં સતત બીજા દિવસે તસ્કરોનો આતંક યથાવત જોવા મળ્યો હતો. ગઇકાલે ડીસા-પાટણ હાઇવે પર 6 દુકાનોમાં ચોરી થયા બાદ શનિવારે આખોલ ચાર રસ્તા નજીક પણ તસ્કરોએ 7 દુકાનોને ટાર્ગેટ બનાવી
ચોરી કરી હતી. અજાણ્યા તસ્કરો સી.સી.ટી.વી. કેમેરામાં દેખાતાં ડીસા તાલુકા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે, ડીસામાં ચૂંટણી પત્યા બાદ તસ્કરો બેફામ બન્યા છે અને પોલીસને રીતસર પડકાર ફેંકતાં હોય તે રીતે એક પછી એક ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે.

ગઇકાલે ડીસા-પાટણ હાઇવે પર 6 દુકાનોમાં ચોરી કર્યાં બાદ અજાણ્યા તસ્કરોએ શનિવારે આખોલ ચાર રસ્તા નજીક આવેલી 7 દુકાનોને ટાર્ગેટ બનાવી હતી.
જેમાં કેટલીક દુકાનોમાં નિષ્ફળ પ્રયાસ થયો હતો. જ્યારે શિવમણી એગ્રો મોલ, અમુલ પાર્લર સહીતની દુકાનોના શટર તોડી તસ્કરો માલ-સામાનની ચોરી કરી ગયા હતા.
જયારે શનિવારે વહેલી સવારે વેપારીઓને જાણ થતાં જ તેઓએ ડીસા તાલુકા પોલીસને જાણ કરી હતી. ચોરી કરવા માટે આવેલા અજાણ્યા તસ્કરો સી.સી.ટી.વી. કેમેરામાં પણ દુકાનોના શટરના તાળા તોડતાં દેખાયા હતા.
જેમાં 3 બુકાનીધારી શખ્સો ચોરી કરી ગયા હતા. જેથી ડીસા તાલુકા પોલીસે સી.સી.ટી.વી. કેમેરાના ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીછે કે, ‘છેલ્લા 2 દિવસથી અજાણ્યા તસ્કરો હાઇવે પરની દુકાનોને ટાર્ગેટ બનાવતાં અન્ય વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.’

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!