ધાનેરા તાલુકા પંચાયતનું વર્ષો જૂનું જર્જરીત બિલ્ડીંગ તોડી પાડયું

- Advertisement -
Share

ધાનેરા તાલુકાને એક અદ્યતન સુવિધાવાળુ બિલ્ડીંગ મળશે

 

ધાનેરા તાલુકા પંચાયતનું વર્ષો જૂનું મકાન ખંડેર થવાં છતાં તાલુકા પંચાયતમાં કામગીરી ચાલતી હતી. પરંતુ જીલ્લા વિકાસ અધિકારીએ આ જર્જરીત મકાન બદલીને અન્ય બિલ્ડીંગમાં તાલુકા પંચાયતનું કામકાજ શરૂ કરાવી જર્જરીત બિલ્ડીંગને તોડવા માટે આદેશ આપતાં તોડી પાડયું હતું.

ધાનેરા તાલુકા પંચાયતનું મકાન વર્ષો જૂનું હોવાથી આ મકાનના છતના પોપડા અવાર-નવાર પડતા હતા. જયારે ચોમાસામાં વરસાદ બહાર બંધ થાય ત્યારે અંદર ચાલુ થતો હતો અને એક પણ રૂમમાં બેસાય તેવી સગવડ ન હોવાથી મજબૂરીથી આ બિલ્ડીંગમાં તાલુકા પંચાયતનો વહીવટ કરવામાં આવતો હતો.

 

પરંતુ ધાનેરામાં જૂની મામલતદાર કચેરીનું બિલ્ડીંગ પોલીસના કબ્જામાં હોવાથી પોલીસને નવું ભવન મળતાં પોલીસે આ મકાન ખાલી કરતાં તાલુકા પંચાયત ત્યાં ખસેડવામાં આવી હતી અને આ જૂના તાલુકા
પંચાયતની ખખડધજ બિલ્ડીંગ કંડમ હોવાથી તે બિલ્ડીંગ તોડવા માટે જીલ્લા વિકાસ અધિકારીએ આદેશ કરતાં આ બિલ્ડીંગને તોડવાની કામગીરી હાથ ધરી હતી અને હવે ધાનેરા તાલુકાને એક અદ્યતન સુવિધાવાળુ બિલ્ડીંગ મળશે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!