ગુજરાતની ગૌશાળા પાંજરાપોળોની સહાયના મામલે ગુજરાત હાઇકોર્ટે સરકારને નોટીસ ફટકારી

- Advertisement -
Share

બનાસકાંઠા સિવાયની અન્ય જીલ્લામાં પણ સહાય ચૂકવવામાં આવી નથી

 

ગુજરાત સરકાર દ્વારા વર્ષ-2022-23 ના બજેટમાં ગુજરાતી 1,700 જેટલી ગૌશાળા પાંજરાપોળોમાં આશ્રિત 4.5 લાખ ગૌવંશ સહીતના પશુઓના નિભાવ માટે “મુખ્યમંત્રી ગૌમાતા પોષણ” યોજનામાં રૂ. 500 કરોડની
જાહેરાત તા. 03/03/2022 ના દિવસે કરવામાં આવી હતી અને આ સહાયમા તા. 01/04/2022 થી પ્રતિ પશુ પ્રતિદિન રૂ. 30 મુજબ આપવાની સંચાલકોને જણાવ્યું હતું.
જ્યારે 6 માસ સુધી સહાય ન મળતાં ગૌભક્તો અને ગૌ સંચાલકો દ્વારા સરકાર સામે આંદોલન કર્યાં હતા અને જ્યારે વડાપ્રધાન બનાસકાંઠાની મુલાકાત આવવાના હોઇ તેમનો વિરોધ ન થાય તેવા મામલામાં

બનાસકાંઠાની 170 જેટલી ગૌશાળા પાંજરાપોળોને માત્ર 30 દિવાસની સહાય ચૂકવવામાં આવી હતી. જ્યારે તે સમય 7 માસની સહાયની રકમ લેવાની હતી.
જેમાં બનાસકાંઠા સિવાયની અન્ય જીલ્લામાં પણ સહાય ચૂકવવામાં આવી નથી. જેથી કચ્છની સંસ્થાઓએ ગુજરાત હાઇકોર્ટેની શરણે ગઇ હતી અને પરિણામે નામદાર ગુજરાત હાઇકોર્ટે સહાય ન ચૂકવવા બાબતે ગુજરાત સરકારને નોટીસ ફટકારી છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!