ટ્રેક્ટરને ટ્રકે ટક્કર મારતાં એક યુવકનું મોત : એક વ્યકિત ઘાયલ

- Advertisement -
Share

વાહનચાલકોને ટ્રાફીકજામનો સામનો કરવો પડયો : એક વ્યકિતને ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે મોરબી હોસ્પિટલમાં ખસેડયો

 

મોરબી-રાજકોટ હાઇવે પર વિરપર નજીક શુક્રવારે ટ્રક અને આઇશર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. માર્ગ પર મધ્યમાં આ અકસ્માત સર્જાતાં રોડ પર આવનાર અન્ય ટ્રક અને એક કાર તથા 4 વાહનોના પણ
અકસ્માત થયા હતા. જોકે, સદ્દનસીબે કોઇ જાનહાની થઇ ન હતી. પરંતુ અકસ્માતને પગલે ભારે ટ્રાફીકજામ સર્જાયો હતો.

આ અંગેની વિગત એવી છે કે, મોરબી-રાજકોટ હાઇવે પર વિરપર નજીક શુક્રવારે ટ્રક ચાલકે અચાનક વળાંક લેવા જતાં તેની પાછળ આવતાં આઇશર સાથે ટ્રકનો અકસ્માત સર્જાયો હતો.

 

આ અકસ્માત એટલો ગંભીર હતો કે, આઇશરની સંપૂર્ણ કેબિનનો બુકડો બોલી ગયો હતો. અકસ્માતને પગલે રસ્તા પર આવતાં અન્ય વાહનચાલકોને પણ અકસ્માત નડયો હતો.

 

જ્યાં રસ્તા વચ્ચે અકસ્માતને પગલે અન્ય એક ટ્રક, કાર અને 4 વાહનોના અકસ્માત થયા હતા. જેને પગલે મોરબી-રાજકોટ હાઇવે પર કતાર બંધ વાહનોની લાઇન લાગી હતી અને ભારે ટ્રાફીક સર્જાયો હતો.
આ અકસ્માતમાં કોઇ જાનહાની થઇ ન હતી. પરંતુ અકસ્માત થયા બાદ લાંબા સમય સુધી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ન હતી. જેને પગલે વાહનચાલકોને ટ્રાફીકજામનો સામનો કરવો પડયો હતો.

 

હળવદ-અમદાવાદ હાઇ-વે પર શક્તિનગર ગામ નજીક હળવદ તાલુકાના લીલાપુરથી ટ્રેક્ટરમાં મગફળી ભરી હળવદ યાર્ડમાં ખેત શ્રમિકો વેચવા માટે આવી રહ્યા હતા.

 

ત્યારે પાછળથી આવી રહેલા ટ્રકે ટક્કર મારતાં ટ્રેક્ટરની ટ્રોલીમાં બેઠેલા યુવાનો ટ્રોલી પલ્ટી મારી જતાં નીચે દબાઇ ગયા હતા.

 

જેમાં એક વ્યકિતનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે એક વ્યકિતને ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે મોરબી હોસ્પિટલમાં ખસેડયો હતો.

 

આ અંગેની વિગત એવી છે કે, છોટાઉદેપુર જીલ્લાના રંગપુર ગામના જોરીયાભાઇ નારણભાઇ ધાનુક મજૂરી કામ અર્થે હળવદ તાલુકાના લીલાપુર ગામના અશ્વિનભાઇની વાડીએ આવ્યા હતા.

 

જોરીયાભાઇ અને પુનાભાઇ સાથે ટ્રેક્ટરના ડ્રાઇવર મગફળી લઇ હળવદ યાર્ડમાં વેચવા માટે જઇ રહ્યા હતા. ત્યારે શક્તિનગર ગામ નજીક હાઇ-વે પર પાછળથી આવી રહેલા ટ્રક ચાલકે ટ્રેક્ટરને ટક્કર મારતાં ટ્રેક્ટરની
ટ્રોલીમાં બેઠેલા જોરીયાભાઇ નારણભાઇ ધાનુકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે પુનાભાઇને ઇજાઓ થતાં મોરબી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયો છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!