વિડીયોમાં રૂપિયા આપતાં ભાજપના ખેસ પહેરેલા કાર્યકરોના ચહેરા સ્પષ્ટ દેખાવા છતાં પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધતાં ચર્ચા
દાંતા વિધાનસભા વિસ્તારમાં રૂપિયા વિતરણ કરવાના મામલામાં અજાણ્યા સામે ગુનો નોંધાયો છે. જોકે, નામ જોગ ગુનો દાખલ કરવાની તસ્દી લેવાઇ નથી.
મતદારોને રીઝવવા માટે ઉમેદવારો પ્રલોભનો આપી રહ્યા છે. જેમાં દાંતા વિધાનસભાના ભાજપના ઉમેદવાર સામે દારૂ વેચવાના નિવેદનમાં આચારસંહીતા ભંગની ફરિયાદ નોંધાઇ છે. ત્યારે તેમના જ વિસ્તારમાં એક 56 સેકન્ડનો વિડીયો વાયરલ થયો હતો.
જેમાં કેસરી ખેસ પહેરેલા કાર્યકરો યુવકોને ચલણી નોટો આપી રહ્યા હતા. આ વિડીયોમાં દાંતા ભાજપના નેતા એલ. કે. બારડ પણ ક્ષણિક દેખાય છે. જોકે, વિડીયોમાં રુપિયા આપતાં શખ્સોના ચહેરા સ્પષ્ટ દેખાય છે.
તેમ છતાં પોલીસે આ મામલામાં નામ જોગ ગુનો ન નોંધી અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરતાં પોલીસ અને તંત્રની કાર્યવાહી અંગે લોકોમાં પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.
From-Banaskantha update