અમીરગઢના ચેખલા નજીક એલ.સી.બી. પોલીસે ટ્રકમાં દારુ સાથે એક શખ્સને ઝડપ્યો

- Advertisement -
Share

મોબાઇલ અને ટ્રક મળી કુલ રૂ. 23,87,480 નો મુદ્દામાલ જપ્ત કર્યો

 

અમીરગઢ વિસ્તારમાં એલ.સી.બી. પોલીસ પેટ્રોલિંગમાં હતી. ત્યારે રાજસ્થાનથી ગુજરાત બોર્ડરમાં થઇ પાલનપુર તરફ એક ટ્રક ચોખાના કટ્ટાની આડમાં વિદેશી દારૂ લઇ આવી રહ્યાની બાતમી મળી હતી.
ચેખલા ગામના પાટીયા નજીક ટ્રકને રોકાવી તપાસ કરતાં ચોખાના કટ્ટા નીચેથી રૂ.12,87,000 ના દારૂ સાથે ટ્રક ચાલકને ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા એલ.સી.બી. પી.આઇ. એસ.ડી.ધોબીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એ.બી.ભટ્ટ અને પી.એલ.આહીર સ્ટાફ સાથે અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.
ટ્રક નં. TN-48-K-6831 ને રોકાવી ઉપરના ભાગે ચોખાના કટ્ટા અને તેના નીચે વિદેશી દારૂ ભરેલ હોવાથી પોલીસે વિદેશી દારૂની પેટી નંગ-286, બોટલ નંગ-3,432 કિંમત રૂ.12,87,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

 

રોકડ રૂ. 4,180, મોબાઇલ નંગ-01 રૂ.5,000, ટ્રક રૂ.10,00,000 અને કટ્ટા નંગ-220 કિંમત રૂ. 91,300 મળી કુલ રૂ. 23,87,480 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
જયારે ચાલક ધર્મેન્દ્રકુમાર મોટારામ લેધા (જાટ) (રહે.કરડાલી નાડી, તા.સીણદરી, જી.બાડમેર-રાજસ્થાન) ને ઝડપી પાડયો હતો. જયારે જથ્થો મોકલનાર નરેન્દ્ર દેવાસી (રહે. જાલોર-રાજસ્થાન) સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!