થરાદ પોલીસે ખોડા બોર્ડર પરથી દારૂ ભરેલું ટ્રેલર સાથે એક શખ્સને ઝડપ્યો

- Advertisement -
Share

રૂ. 16,20,000 નો દારૂ અને અન્ય ગાડી સહીતનો કુલ મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો

થરાદ ખોડા પોલીસ ચેકપોસ્ટ પર એક દારૂ ભરી ટ્રેલર ગુજરાતમાં પ્રવેશે તે પહેલાં થરાદ પોલીસે ઝડપી પાડયું છે. ટ્રેલરમાં કુલ 4,320 જેટલી દારૂની બોટલો જેની કિંમત રૂ. 16,20,000 કરતાં વધુનો દારૂ ઝડપી થરાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, થરાદ પોલીસને ખોડા બોર્ડર ચેકપોસ્ટ ઉપર વાહન ચેકીંગ દરમિયાન એક શંકાસ્પદ ટ્રેલર લાગતાં તેને રોકાવી ચેક કરતાં ટ્રેલરમાંથી મોટી માત્રામાં દારૂ મળી આવ્યો હતો.
પોલીસે ટ્રેલર નં. PB-05-AB-3320 માંથી રૂ. 16,20,000 નો દારૂ અને અન્ય ગાડી સહીતનો કુલ મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. જયારે ટ્રેલર ચાલક વકીલસિંગ પાલસિંગ જાટ શીખ (રહે. દીલાવરપુર, તા.ખડુર,
પંજાબવાળા) અને દારૂ ભરાવનાર હરપ્રિતસિંગ રણજીતસિંગ જાટ શીખ રહે. (રહે. કાશીરામ કોલોની, ફઝલકા પંજાબ) તેમજ સુનિલ રાવ (રહે. રાજસ્થાન, પંજાબ બોર્ડર પાસે, રાજપુરાવાળા) સામે પ્રોહીબીશન એક્ટ મુજબ થરાદ પોલીસ સ્ટેશને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!