અમીરગઢના પાટીયા નજીક ટેન્કરની ટેન્ક અને કેબીન છૂટા પડયા : ડ્રાઇવર-ક્લિનરનો આબાદ બચાવ

- Advertisement -
Share

અકસ્માતના પગલે આજુબાજુથી લોકો દોડી આવ્યા

 

યુ.પી.થી એલ.પી.જી. ગેસ ખાલી કરીને મુન્દ્રા તરફ જઇ રહેલા ટેન્કર ચાલકનો વિચિત્ર અકસ્માત સર્જાયો હતો.
ખુણીયા પાટીયા નજીક ટેન્કરની કેબીન અને ટેન્ક વચ્ચેની પીન તૂટી જતાં બંને છૂટા પડી ગયા હતા. જેના કારણે કેબીન રસ્તાની નીચે ઉતરી ગઇ હતી. ત્યારે ટેન્ક રસ્તા પર પલ્ટી ખાઇ ગયું હતું.

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠાના અમીરગઢના ખુણીયા પાટીયા નજીકથી ટેન્કર પસાર થઇ રહ્યું હતું. ત્યારે અચાનક ટેન્કરની કેબીન અને ટેન્ક વચ્ચેની પીન તૂટી જતાં બંને છૂટા પડી ગયા હતા. જેના કારણે ટેન્ક રસ્તા પર પલ્ટી ખાઇ ગયું હતું.
ત્યારે કેબીન રસ્તાની બાજુમાં ઉતરી ગઇ હતી. અકસ્માતના પગલે આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા અને કેબીનમાં ફસાયેલા ડ્રાઇવર-ક્લિનરને બહાર કાઢ્યા હતા. અકસ્માતમાં સદ્દનસીબે બંનેનો ચમત્કારીક બચાવ થયો હતો.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!