ડીસામાં વિધાનસભાના સતાના સંગ્રામમાં ભાજપના ઉમેદવારે ઉમેદવારી નોંધાવી

- Advertisement -
Share

સભામાં અલગ-અલગ સમાજની 10 બાલિકાઓએ ઉમેદવારને વિજય તિલક કર્યું

 

બનાસકાંઠાની ડીસા વિધાનસભા બેઠક પર મંગળવારે ભાજપના ઉમેદવારે ઉમેદવારી પત્ર ભર્યું હતું. સમર્થકો દ્વારા ભવ્ય સભા યોજ્યા બાદ રેલી સ્વરૂપે નાયબ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને જીતના વિશ્વાસ સાથે ઉમેદવારી પત્ર ભર્યું હતું.

ડીસા વિધાનસભા બેઠક પર મંગળવારે પૂર્વ ધારાસભ્ય સ્વ. ગોરધનજી ગીગાજી માળીના પુત્ર પ્રવિણ માળીએ ભાજપમાંથી ઉમેદવારી પત્ર ભર્યું હતું.

ઉમેદવાર પ્રવિણ માળી મંગળવારે વહેલી સવારે વડીલોના આશિર્વાદ લઇને કુળદેવીના દર્શન કરી રાજેશ્રી કોલ્ડ સ્ટોરેજમાં સભા સ્થળે પહોંચ્યા હતા.

 

સમર્થકો દ્વારા યોજાયેલી સભામાં સાંસદ દિનેશભાઇ અનાવાડીયા, ડીસાના ધારાસભ્ય શશીકાન્તભાઇ પંડયા, વેરહાઉસ નિગમના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, બનાસકાંઠા જીલ્લા ભાજપ મહામંત્રી કૈલાશભાઇ

ગેલોત સહીત ભાજપના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ડીસા બેઠક ફરી જંગી બહુમતીથી જીતાડવા સંકલ્પ કર્યો હતો.
સભામાં અલગ-અલગ સમાજની 10 બાલિકાઓએ ઉમેદવારને વિજય તિલક કર્યું હતું. ત્યારબાદ ઉમેદવાર પ્રવિણ માળી તેમના સમર્થકો સાથે રેલી સ્વરૂપે નાયબ કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. જ્યાં તેમણે વિજયના વિશ્વાસનું ઉમેદવારી પત્ર ભર્યું હતું.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!