ડીસામાં ચંદ્ર ગ્રહણના કારણે મંદિરો બંધ : પુનઃ સાંજે ફરી ખુલશે

- Advertisement -
Share

દેશના પૂર્વોત્તર રાજ્યોમાં પૂર્ણ ચંદ્ર ગ્રહણ જોવા મળશે

 

મંગળવારે વર્ષ-2022 નું છેલ્લું ચંદ્ર ગ્રહણ કાર્તિક પૂર્ણિમાના દિવસે છે. આ વર્ષનું બીજુ ચંદ્ર ગ્રહણ છે. જેથી ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લાના મંદિરો સુતક કાળ હોવાથી સવારે 5:39 વાગ્યાથી બંધ થયા હતા અને સાંજે 7:30 વાગ્યે મંદિરો પુનઃ શરૂ થઇ જશે.

ડીસામાં મંગળવારે વહેલી સવારે 5:39 વાગ્યાથી તમામ મંદિરો બંધ થઇ ગયા હતા. આ વર્ષનું મંગળવારે કાર્તિકી પૂનમના દિવસે છેલ્લું ચંદ્ર ગ્રહણ હોવાથી વહેલી સવારથી જ મંદિરો બંધ થઇ ગયા હતા.

દેશમાં પ્રથમ વખત પૂર્ણ ચંદ્ર ગ્રહણ અરુણાચલ પ્રદેશમાં દેખાશે. દેશના પૂર્વોત્તર રાજ્યોમાં પૂર્ણ ચંદ્ર ગ્રહણ જોવા મળશે. જ્યારે આંશિક ચંદ્ર ગ્રહણ અન્ય સ્થળોએ જોવા મળશે.

 

આ ચંદ્ર ગ્રહણ સાંજે 6:19 કલાકે સમાપ્ત થાય છે. વળી દેશ અને દુનિયામાં વર્ષ-2022 નું આ છેલ્લું ગ્રહણ હતું અને 15 દિવસમાં આ બીજુ ગ્રહણ છે. આ પહેલાં તા. 25 ઓક્ટોબરે વર્ષનું છેલ્લું સૂર્ય ગ્રહણ થયું હતું.
ચંદ્ર ગ્રહણ દરમિયાન સુતકાળ હોવાથી ડીસાના મંદિરો સવારે 5:39 વાગ્યાથી બંધ થઇ ગયા હતા અને મોડી સાંજે પુનઃ 7:30 વાગ્યાથી મંદિરો શરૂ થઇ જશે. ત્યારબાદ આરતી અને પૂજા અર્ચના કરવામાં આવશે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!