ડીસાના ભોયણમાં સરપંચે બંધ ઘરનો દરવાજો તોડી બેભાન મહીલાનો જીવ બચાવ્યો

- Advertisement -
Share

પોલીસ અને 108 એમ્બ્યુલન્સ વાનની મદદથી બીમાર મહીલાને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ

ડીસા તાલુકાના ભોયણ ગામમાં ગુરુવારે જાગૃત સરપંચે વૃદ્ધ મહીલાનો જીવ બચાવ્યો હોવાનું સામે આવ્યું છે. બંધ ઘરમાં બેભાન અવસ્થામાં પડેલી વૃદ્ધ અને નિઃસહાય મહીલાની માહિતી મળતાં જ સરપંચ તાત્કાલીક તેના ઘરે પહોંચ્યા હતા.
જ્યાં ઘરનો દરવાજો બંધ હાલતમાં હોઇ દરવાજો તોડવાની ફરજ પડી હતી. ત્યારબાદ પોલીસ અને 108 એમ્બ્યુલન્સ વાનની મદદથી બીમાર મહીલાને સારવાર અર્થે ખસેડી જીવ બચાવ્યો હતો.

આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના ભોયણ ગામમાં રહેતાં વૃદ્ધ કાન્તાબેન વિરમાભાઇ પ્રજાપતિ છેલ્લા ઘણા વર્ષોથી એકલવાયું જીવન જીવતા હતા.

તે દરમિયાન પરિવારમાં કોઇ સંતાન ન હોવાના કારણે તેઓ પોતાના ઘરમાં એકલા હતા. અચાનક તેમની તબિયત લથડતાં ખાટલા પર બેભાન અવસ્થામાં પડયા હતા.

લાંબા સમય સુધી કાન્તાબેન ઘરની બહાર ન આવતાં ઘરની આજુબાજુ પસાર થતાં લોકોએ કાન્તાબેનના ઘરનો દરવાજો બંધ હોવાના કારણે શંકા થઇ હતી.

 

જેથી તેઓએ બારીમાંથી અંદર જોતાં કાન્તાબેન બેભાન અવસ્થામાં પડયા હતા. જે અંગેની જાણ સરપંચ મનુભાઇ પ્રજાપતિને થતાં તેઓ તાત્કાલીક કાન્તાબેનના ઘરે પહોંચ્યા હતા.

 

પોલીસ પણ ઘટનાસ્થળે તાત્કાલીક દોડી આવી જ્યાં તપાસ કરતાં દરવાજો અંદરથી બંધ હતો અને કાન્તાબેન ઘરમાં તબિયત ખરાબ હોવાના કારણે બેભાન અવસ્થામાં પડયા હતા.
જે બાદ ગામના સરપંચ મનુભાઇ પ્રજાપતિ અને સ્થાનિક લોકોએ તાત્કાલીક ડીસા તાલુકા પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસ પણ ઘટનાસ્થળે તાત્કાલીક દોડી આવી હતી અને દરવાજો તોડી કાન્તાબેનના ઘરમાં પ્રવેશ કર્યો હતો.

 

આ સમગ્ર ઘટનાને લઇ કાન્તાબેનની તબિયત વધુ ખરાબ હોવાના કારણે જાણ કરતાં 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.
અને કાન્તાબેનને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સ્થાનિક તબીબો દ્વારા તેમને સારવાર આપવામાં આવતાં તેઓની તબિયત સારી થઇ હતી.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!