મોરબી પુલ દુર્ઘટનાને લઇને રાજ્યવ્યાપી શોક જાહેર કરવામાં આવ્યો છે અને આ મામલો હાલ દેશની સર્વોચ્ચ ન્યાયાલયમાં પહોંચ્યો છે
ગુજરાત રાજ્યમાં મોરબીમાં ઝુલતો પૂલ તૂટી પડવાની દુર્ઘટનાના કારણે ગુજરાત રાજ્ય સહીત આખો દેશ ઘેરા શોકમાં છે. ત્યારે રાજ્ય સરકાર તરફથી એક દિવસના રાજ્યવ્યાપી શોકની પણ જાહેરાત કરાઇ છે.
મોરબી દુર્ઘટનાનો મામલો હવે દેશની સર્વોચ્ચ ન્યાયાલયમાં પહોંચ્યો છે. આ ઘટના મામલે સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હીતની અરજી કરવામાં આવી છે.
મોરબી દુર્ઘટનાને લઇને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. તા. 14 નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટ આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવશે તેવી માહિતી હાલ મળી રહી છે.
વિશાલ તિવારી નામના વકીલ દ્વારા મોરબી ઘટના મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. અરજીમાં સીટની રચના કરીને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને એસ.આઇ.ટી. નું નેતૃત્વ સુપ્રીમ કોર્ટના
જ કોઇ નિવૃત્ત જજ દ્વારા થાય તેવી માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત આવી કોઇ ઘટના દેશમાં ફરીથી ન થાય તે માટે જેટલાં પણ જૂના પુલ કે સ્મારક હોય ત્યાં ભીડ વ્યવસ્થાપન કરવા માટે કાયદા
બનાવવામાં આવે તેવો પણ અરજીમાં ઉલ્લેખ કર્યો છે. મોરબી બ્રિજ અકસ્માત અંગે અત્યાર સુધીમાં આઇ.પી.સી.ની જૂદી જૂદી કલમો હેઠળ એફ.આઇ.આર. નોંધવામાં આવી છે અને 9 લોકોની અટકાયત પણ કરાઇ છે.
આ કેસમાં અત્યાર સુધીમાં 134 લોકોના મોત થયાના સૂત્રો તરફથી સમાચાર મળ્યા છે. ગુજરાત સરકારે પણ બ્રિજ દુર્ઘટનામાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે તા. 2 નવેમ્બરે રાજ્યવ્યાપી શોકની જાહેરાત કરી છે.
વડાપ્રધાન મોદીના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. પી.એમ. મોદીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક પણ યોજાઇ હતી.
From-Banaskantha update