પાલનપુર નગરપાલિકાની સાધારણ સભામાં વિપક્ષે આક્ષેપો કર્યાં

- Advertisement -
Share

વિપક્ષના નેતાએ કહ્યું કોર્પોરેટરો હવે કોન્ટ્રાક્ટરો બની ગયા છે : સાધારણ સભામાં કોંગ્રેસના માત્ર 4 સભ્યો ઉપસ્થિત રહ્યા

 

બનાસકાંઠા જીલ્લાના મુખ્ય મથક પાલનપુર નગરપાલિકા સભામાં વિપક્ષે આક્ષેપો કર્યાં છે. શહેરમાં રૂ. 1 કરોડના કામોને લઇ ગંભીર આક્ષેપ કર્યાં હતા.
વિપક્ષે નગરપાલિકા બોર્ડમાં વિકાસના કામોને ટેકો જાહેર કર્યો હતો પરંતુ કુંડા કરવામાં આવશે તો તેમાં વિરોધ કરવામાં આવશે. સાધારણ સભામાં કોંગ્રેસના માત્ર 4 સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

 

આ અંગે પાલનપુર નગરપાલિકા કોંગ્રેસ વિપક્ષના નેતા અંકીતાબેન ઠાકોરે જણાવ્યું હતું કે, ‘એજન્સી અને કોર્પોરેટરની મીલી બટાઇ છે. ઘણા લોકોને કોર્પોરેટર કોન્ટ્રાકટ બની ગયા છે.
મેં જાહેરમાં પણ કહું છે માત્રને માત્ર વિકાસના કામમાં હંમેશા કોંગ્રેસ ટેકામાં રહી છે. કૌભાંડમાં વિરોધમાં રહી છે અને જે પણ હોઇ વિકાસના કામમાં અમારો ટેકો છે અને કૌભાંડમાં અમારો વિરોધ છે.
દિવાળીના પર્વ નિમિતે શનિવારે કોંગ્રેસ પક્ષે બોર્ડમાં વિકાસના કામમાં ટેકો કર્યો છે. રૂ. 1 કરોડ જે ખાડાની ગ્રાન્ટ આવી હતી એમાં એવુ સૂચન કર્યું છે કે, 1 થી 11 વોર્ડના ખરેખર એ ખાડાનો સર્વે કરવામાં આવે આ રૂ. 1 કરોડ સારા ખર્ચ વપરાય એમાં અમારો ટેકો છે.’

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!