ડીસાના આસેડામાં રાજ્યસભાના સાંસદ હસ્તે રોડનું ખાતમુહૂર્ત કરાયું

- Advertisement -
Share

વચન આપ્યા બાદ રોડ ન બનાવતાં લોકોમાં આક્રોશ ભભૂક્યો : કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય અને મંત્રીની બાદબાકી કરી હતી

 

ડીસા તાલુકાના આસેડા ગામમાં ભાજપના સાંસદના હસ્તે રોડના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્યની બાદબાકી કરતાં ચકચાર મચી ગઇ છે.
સ્થાનિક ધારાસભ્યને વારંવાર રજૂઆત કરવા છતાં પણ રોડ ન બનતાં રાજ્યસભાના સાંસદની ગ્રાન્ટમાંથી શુક્રવારે રોડનું ખાતમુહૂર્ત કરાયું હતું.

ડીસા તાલુકાના આસેડાથી મુના ગામ સુધીનો માર્ગ છેલ્લા 15 વર્ષથી બિસ્માર હાલતમાં હતો. જેને લઇ વારંવાર તંત્રને રજૂઆત કરી હતી.

 

ગત વિધાનસભાની ચૂંટણીમાં પણ કિર્તીસિંહ વાઘેલાએ આ વિસ્તારની પ્રજાને જીત્યા બાદ તુરંત જ રોડ બનાવવાનું વચન આપી વોટ બટોર્યાં હતા.

 

પરંતુ ધારાસભ્ય અને ત્યારબાદ મંત્રી બન્યા બાદ પણ હજુ સુધી આ વિસ્તારના લોકોની રોડની સમસ્યા હલ કરી નથી. જેથી આ માર્ગ પર રહેતાં 5,000 થી પણ વધુ લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા હતા.

 

ચોમાસામાં નાના-મોટા વાહનો તો ઠીક પરંતુ એમ્બ્યુલન્સ પણ આ રોડ પરથી નીકળી શકે તેવી સ્થિતિ હોતી નથી. ત્યારે વારંવાર રજૂઆત કરવા છતાં પણ રોડ ન બનતાં સ્થાનિક લોકોએ રાજ્યસભાના સાંસદ
જુગલજી ઠાકોરને રજૂઆત કરી હતી અને જુગલજી ઠાકોર તેમની ગ્રાન્ટમાંથી આ રોડ મંજૂર કરતાં શુક્રવારે તેનું ખાતમુહૂર્ત કરાયું હતું.

 

જોકે, આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય સામે રોષે ભરાયેલા લોકોએ મંત્રી કિર્તીસિંહ વાઘેલાની બાદબાકી કરી હતી.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!