ડીસામાં પોલીસે ફીલ્મી ઢબે પીછો કરી દારૂ ભરેલી કાર સાથે 3 શખ્સોને ઝડપ્યા

- Advertisement -
Share

પોલીસે દારૂ, મોબાઇલ ફોન અને કાર સહીત રૂ. 5,61,760 નો મુદ્દામાલ જપ્ત કર્યો

 

બનાસકાંઠા જીલ્લા પોલીસ વડાની સુચનાથી સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં દારૂની હેરાફેરીને અટકાવવા પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ત્યારે ગઇકાલે ખાનગી બાતમીના આધારે ડીસા દક્ષિણ પોલીસની ટીમને હાઇવે ઉપરથી ફીલ્મી ઢબે પીછો કરી દારૂ ભરેલી ગાડી સાથે 3 શખ્સોને ઝડપી પાડયા છે.

આ અંગેની વિગત એવી છે કે, ડીસા શહેર દક્ષિણ પોલીસ મથક સહીતની ટીમ ગઇકાલે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, એક સ્વીફટ ડીઝાયર કાર દારૂ ભરી આખોલ ચાર રસ્તાથી પાલનપુર તરફ જઇ રહી છે.
જેથી તાત્કાલીક દક્ષિણ પોલીસની ટીમને હાઇવે ઉપર બ્રિજના છેડે નાકાબંધી કરી હતી અને તે દરમિયાન કાર નં. GJ-27-BS-1710 આવતાં પોલીસે તેને રોકવા માટે ઇશારો કર્યો હતો.
જોકે, ચાલકે કાર પૂરઝડપે ભગાડી મૂકી હતી. જેથી પોલીસે પણ ફીલ્મીઢબે આ કારનો પીછો કર્યો હતો. મોટા સુધી પીછો કર્યાં બાદ દારૂ ભરેલી કારના ચાલકે ફરી કારને ડીસા તરફ વાળી હતી.
જેથી પોલીસે સતત પીછો કરી કારને આખોલ ચાર રસ્તા નજીકથી ઝડપી પાડી હતી. પોલીસે કારમાં સવાર 3 શખ્સોને ઝડપી પાડી અંદર તપાસ કરતાં વચ્ચેની સીટ અને ડેકીમાંથી દારૂની બોટલો મળી આવી હતી.
જેથી પોલીસે દારૂ, મોબાઇલ ફોન અને કાર સહીત રૂ. 5,61,760 નો મુદ્દામાલ જપ્ત કાર્યોં હતો. જયારે આરોપી રમેશ આંબાભાઇ રબારી, સકુરખાન અનવરખાન મોયલા અને રામા કેશાભાઇ રબારી (તમામ
રહે. તાલેગઢ, ધાનેરા) વાળાની અટકાયત કરી તેમની સામે પ્રોહીબીશન એક્ટ મુજબનો ગુનો નોંધી આ દારૂનો જથ્થો કોને આપવા જતાં હતા તે અંગે પૂછતાં આરોપીઓએ જણાવેલ કે, ‘ગાંધીનગરના પેથાપુરનો ભરતસિંહ નામના શખ્સને આપવાનો હતો. જેથી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.’

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!