દાંતા નજીક બાઇક અને પીકઅપ જીપડાલા વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત : એક વ્યક્તિ ગંભીર

- Advertisement -
Share

ઇજાગ્રસ્તને સારવાર અર્થે દાંતા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયો : જીપડાલાનો ડ્રાઇવર જીપડાલુ મૂકી ફરાર થઇ ગયો

 

દાંતા તાલુકામાં અકસ્માતનો સીલસીલો યથાવત છે. ત્યારે દાંતા તાલુકામાં રતનપુર ચોકડી નજીક શનિવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
દાંતા નજીક રતનપુર ચોકડી નજીક બાઇક અને પીકઅપ જીપડાલા વચ્ચે અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતની ઘટના બનતાં ઘટનાસ્થળે એક વ્યક્તિનું કમકમાટીભર્યું કરુણ મોત નિપજ્યું હતું.
જયારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતમાં ઇજાગ્રસ્તને સારવાર અર્થે દાંતા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયો હતો.
ત્યારબાદ ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી વધુ સારવાર અર્થે ઇજાગ્રસ્ત વ્યક્તિને પાલનપુરની હોસ્પિટલમાં ખસેડયો હતો.

 

દાંતાના રતનપુર ચોકડી નજીક બનેલી આ અકસ્માતની ઘટનામાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. મૃતક યુવક વડગામ તાલુકાનો હોવાનું સામે આવ્યું હતું.
આ ઘટનાની જાણ દાંતા પોલીસને થતાં દાંતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને સમગ્ર ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી હતી. જ્યારે પીકઅપ જીપડાલાનો ડ્રાઇવર અકસ્માત સર્જી પીકઅપ જીપડાલુ ઘટનાસ્થળે મૂકી ફરાર થઇ ગયો હતો.

 

 

From-Banaskantha  update

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!