પાલનપુર-ડીસા હાઇવે પર વેપારીની આંખમાં મરચું નાખી અજાણ્યા શખ્સોએ ફીલ્મી ઢબે રૂ. 6,00,000 ની લૂંટ ચલાવતાં ચકચાર

- Advertisement -
Share

લૂંટનો બનાવ બનતાં એસ.ઓ.જી., એલ.સી.બી. સહીત બનાસકાંઠા પોલીસ ઘટનાસ્થળ પર દોડી ગઇ : ઇકો ગાડીની આગળ પાછળ નંબર પ્લેટ ન હતી

 

પાલનપુર-ડીસા નેશનલ હાઇવે ઉપર એક વેપારીની ગાડી સાથે ઇકો ગાડી ટકરાવી ઇકો ગાડીમાં સવાર લોકોએ રૂ. 6,00,000 થી વધુની રકમ ભરેલી બેગની લૂંટ ચલાવતાં ચકચાર મચી ગઇ હતી.
રાત્રિના સમયે લૂંટનો બનાવ બનતાં એસ.ઓ.જી., એલ.સી.બી. સહીત બનાસકાંઠા પોલીસ ઘટનાસ્થળ પર દોડી ગઇ હતી અને આગળની તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લાના પાલનપુર-ડીસા હાઇવે કુશ્કલ પાટીયા નજીક ડીસાથી આવી રહેલા એક વેપારીની ગાડી સાથે ઇકો ગાડી ટકરાવી વેપારીની આંખમાં મરચું નાખી અજાણ્યા શખ્સોએ લૂંટ ચલાવતાં ચકચાર મચી ગઇ હતી.
લૂંટારૂઓએ ઇકો ગાડી વેપારીની ગાડી આગળ જઇ ઉભી કરી ગાડીમાંથી વેપારીને નીચે ઉતાર્યો હતો. જોકે, વેપારીએ ઇકો ગાડીની નંબર પ્લેટ પર નજર મારતાં ઇકો ગાડીની આગળ પાછળ નંબર પ્લેટ ન હતી.

 

ઇકો ગાડીમાંથી કેટલાંક શખ્સો નીચે ઉતરી વેપારી નજીક જઇ મોંઢા પર મરચાની ભૂકી નાખતાં વેપારીને થોડા સમય માટે અંધાપો છવાઇ ગયો હતો અને કેટલાંક અજાણ્યા શખ્સોએ લાકડી વડે વેપારીને માથાના ભાગે માર મારવા લાગ્યા હતા.
તે દરમિયાન ગાડીમાંથી એક અન્ય શખ્સ ઉતરી વેપારીની સ્કોર્પિયો ગાડીમાંથી રૂ. 6,00,000 ભરેલી બેગ ઉઠાવી ઇકો ગાડીમાં બેસી ગયો હતો અને ત્યારબાદ ઇકો ગાડી લઇ ફરાર થઇ ગયો હતો.

 

વેપારીને મારી રહેલા 2 શખ્સો હાઇવે પર રોડની બાજુમાં ખેતરોમાં દોડી ગયા હતા. આ બનાવની જાણ બનાસકાંઠા પોલીસને થતાં એલ.સી.બી., એસ.ઓ.જી. સહીત બનાસકાંઠા પોલીસ ઘટનાસ્થળ પર
તાત્કાલીક દોડી આવી હતી અને ઇજાગ્રસ્ત વેપારીને સારવાર અર્થે પાલનપુર ખસેડી બનાસકાંઠા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!