એ.સી.બી. ટીમની સફળ ટ્રેપ : પોલીસ કર્મી અને વહીવટદાર લાંચ લેતાં ઝડપાયા

- Advertisement -
Share

ફરિયાદી પાસે રૂ. 5,00,000 ની લાંચ માંગી હતી : રકઝકના અંતે રૂ. 2,25,000 નક્કી કર્યાં હતા

ગુજરાતમાં દારૂબંધીના શરૂઆતથી જ લીરેલીરા ઉડી રહ્યા છે. દારૂબંધીનું પાલન કરાવનારી પોલીસ જ દારૂ ઝડપીને કેસ નહીં કરવાના રૂપિયા લે છે.
એક તરફ સરકારના મંત્રીઓ નશીલા પદાર્થો ગુજરાતમાં ઝડપી પાડવામાં આવે છે એવી જાહેરમાં ચર્ચાઓ કરે છે. બીજી બાજુ પોલીસ કર્મીઓ જ દારૂ વેચવા માટે બુટલેગરોનો માર્ગ મોકળો કરી આપતાં
હોય છે. અમદાવાદમાં રીક્ષામાં 2 પેટી દારૂ લઇ જતાં વ્યક્તિને ઝડપીને એક પોલીસ કોન્સ્ટેબલે કેસ નહીં કરવાના રૂ. 2,25,000 માંગ્યા હતા.
ફરિયાદીએ એ.સી.બી. નો સંપર્ક કરતાં જ એ.સી.બી.એ છટકું ગોઠવીને આરોપી પોલીસ કર્મી અને વહીવટદારને રૂ. 1,00,000 ની લાંચ લેતાં ઝડપી પાડયા હતા.

 

ફરિયાદીએ શાહીબાગથી તેમના કાકાને પાર્સલ લેવા માટે મોકલ્યા હતા. આ પાર્સલમાં 2 પેટી દારૂ હતો. જેથી ફરિયાદીના કાકા શાહીબાગથી રીક્ષામાં પાર્સલ લઇને જતાં હતા.
ત્યારે શાસ્ત્રીનગર નજીક પોલીસે રીક્ષાને રોકીને ફૂટબોલ ગ્રાઉન્ડ પાસે મૂકી દીધી હતી. જે રીક્ષામાં 2 પેટી દારૂ મળી આવ્યો હતો.
દારૂ ઝડપીને કેસ નહી કરવા નારણપુરા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ અમૃત રબારીએ ફરિયાદી પાસે રૂ. 5,00,000 ની લાંચ માંગી હતી. જે બાદ રકઝકના અંતે રૂ. 2,25,000 નક્કી કર્યાં હતા.

 

ફરિયાદીએ લાંચ ન આપવી હોવાથી એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. એ.સી.બી.એ છટકું ગોઠવ્યું હતું. જેમાં ફરિયાદી રૂ. 1,00,000 લઇને પોલીસ કોન્સ્ટેબલ અમૃત રબારીને આપવા ગયા હતા.
જે રૂપિયા અમૃત રબારીએ ગુજરાત હાઉસિંગ બોર્ડ કોમ્પ્લેક્ષમાં આવેલા એપેક્ષ પાન પાર્લરના માલિક ભરત પટેલને આપવા જણાવ્યું હતું.
જેથી ફરિયાદીએ ભરત પટેલને રૂ. 1,00,000 આપ્યા હતા. એ.સી.બી.એ પાન પાર્લરના દુકાનના ડ્રોવરમાંથી રૂ. 1,00,000 રીકવર કર્યાં હતા. જયારે બંને આરોપીઓની અટકાયત કરાઇ હતી.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!