ડીસામાં હીન્દુ યુવા સંગઠન દ્વારા વૃદ્વાને હાથનું સફળ ઓપરેશન કરાવી માનવતાનું ઉદાહરણ પૂરુ પાડયું

- Advertisement -
Share

હીન્દુ યુવા સંગઠન દ્વારા 1 માસનું કરીયાણું ભરાવી આપ્યું

 

એક 70 વર્ષના માજી નામ સરોજબેન જેમને 2 હાથ સાજા હતા. ત્યારે ગોદડા સીવતા અને ઘરનું ગુજરાન ચલાવતા અચાનક પડી જવાથી હાથ ભાંગી જતાં માંગીને ઘરનું ગુજરાન ચલાવે છે.
ભાડાના મકાનમાં રહે છે. 3 માસનું ભાડું પણ બાકી છે. 3 માસ પહેલાં પડી જવાથી હાથમાં ફ્રેકચર છે પણ સગવડ ન હોવાથી સારવાર કરાવી શક્યા નથી.

કાકાને ડાયાબિટીસ છે અને બીમાર છે. ઘણા સમયથી ખાટલા વશ છે. એક દીકરો છે પણ કઇ કામ મળતું નથી. કોઇવાર કામ મળે તો જાય નહીતર કઇ નઇ 2 ટાઇમ બહાર આશ્રમથી જમવાનું આવે છે.

 

જયારે હીન્દુ યુવા સંગઠન દ્વારા બીજા દિવસે 1 માસનું કરીયાણું ભરાવી આપ્યું હતું અને એમને ભણશાલી હોસ્પિટલમાં લઇ જઇ તબીબને બતાવી તા. 7 મીએ ઓપરેશન માટે લીધી હતી.

 

તા. 6 મીએ સાંજે દાખલ કર્યાં હતા અને બધા લોહીના રીપોર્ટ અને એક્સ-રે કરાવ્યા પછી ખબર પડી કે લોહીમાં ઇન્ફેક્શન છે.
ત્યારે ઓપરેશન હાલ ન થાય હવે થોડા દિવસ દાખલ રાખો દવા ચાલુ કરાવી ગઇકાલે રીપોર્ટમાં સુધારો આવતાં ઓપરેશન માટે તૈયારી બતાવવા તબીબ દ્વારા જણાવ્યું હતું.

 

તા. 12 મીએ એમને 3:00 વાગ્યે બપોરે ઓપરેશન થીયેટરમાં લઇ ગયા હતા અને હીન્દુ યુવા સંગઠનના કાર્યકરો હાજર હતા. તબીબે હીન્દુ યુવા સંગઠનના કાર્યકરોને બોલાવીને કહ્યું કે, માજીને ઓક્સિજન વધી
જાય છે. જેથી આપ સહમતી આપો તો ઓપરેશન કરીએ અમારી કોઇ જવાબદારી રહેશે નહી. ભલે આજે ઓપરેશન કરાવો કે કાલે કે મહીના પછી હીન્દુ યુવા સંગઠનના કાર્યકરોએ એમની દીકરીને જાણ કરી હતી.
અને માજીને પૂછ્યું તો માજી કહે જે થવું હોય થાય ઓપરેશન કરી નાખો અને સફળ ઓપરેશન થયું હતું. માજી સાજા છે અને 2 દિવસ પછી રજા અપાઇને ઘરે મોકલાશે. આ કાર્યમાં નીતિનભાઇ સોની, દીપકભાઇ કચ્છવા, કનુભાઇ ઠાકોર અને મેહુલભાઇ ઠક્કરનો સહયોગ રહ્યો હતો.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!