રાજસ્થાન-ગુજરાત સરહદ પર પોલીસે 2 કારોમાં મોટી માત્રામાં રોકડ રકમ ઝડપી પાડી : 4 શખ્સોની અટકાયત કરાઇ

- Advertisement -
Share

રૂપિયા ગણવા મશીન મંગાવ્યું : પોલીસે તપાસ હાથ ધરી

 

અમીરગઢ નજીક આવેલી રાજસ્થાનની માવલ ચેકપોસ્ટ પરથી બુધવારે ભારે માત્રામાં રોકડ રકમ લઇ જતી 2 કારો સહીત 4 શખ્સોની પોલીસે અટકાયત કરી છે.
આ અંગે રાજસ્થાન પોલીસે ઇન્કમટેક્ષ વિભાગને જાણકારી આપી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે મોટી માત્રામાં રોકડ રકમ ઝડપાતાં તંત્રમાં દોડધામ મચી ગઇ છે.
આ અંગેની વિગત એવી છે કે, રાજસ્થાનના આબુરોડ પર પોલીસે માવલ ચેકપોસ્ટ પર નાકાબંધી કરી બુધવારે વાહન ચેકીંગ કરી રહી હતી.

 

તે દરમિયાન 2 શંકાસ્પદ કાર ગુજરાતમાં પ્રવેશ કરે તે પહેલાં રોકી હતી. જેમાં પોલીસ દ્વારા તપાસ કરતાં કારની ડીકીમાં મોટી સંખ્યામાં ભારતીય ચલણી નોટોના બંડલો ભર્યાં હતા.

 

આથી પોલીસે તપાસ કરવા માટે બંને કારો અને તેમાં સવાર 4 શખ્સોને આબુરોડ પોલીસ સ્ટેશનમાં લઇ ગયા હતા.

 

જ્યાં પોલીસ દ્વારા જોધપુર ઇન્કમટેક્ષને જાણ કરતાં તેઓ પણ પહોંચી ગયા હતા. કારમાં ભારે માત્રામાં ચલણી નોટો હોવાથી રૂપિયા ગણવા માટે મશીન મંગાવવું પડયું હતું.

 

પોલીસે ઝડપેલી ચલણી નોટની રકમ અંદાજે રૂ. 3,00,00,000 હોવાનું અનુમાન છે. ઝડપાયેલા રૂપિયાના બંડલો ક્યાં લઇ જવામાં આવતાં હતા અને ક્યાંથી લાવવામાં આવ્યા હતા તેની તપાસ પોલીસે શરૂ કરી છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!