ડીસાના જોરાપુરા નજીક ઉભેલા યુવકને અજાણ્યું વાહને ટક્કર મારતાં મોત

- Advertisement -
Share

ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા : પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

ડીસા-થરાદ હાઇવે પર જોરાપુરા ગામના પાટીયા નજીક હીટ એન્ડ રનની ઘટનામાં એક યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.
આ અંગે ડીસા તાલુકા પોલીસે મૃતકની લાશને ડીસા સિવિલ હોસ્પિટલમાં પી.એમ. કરાવી પરિવારજનોને સોંપી આગળની તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના કોચાસણા ગામના વતની અને હાલ કુડામાં રહેતાં પ્રધાનજી મોબતાજી ઠાકોર (ઉં.વ. આ. 35) ડીસા-થરાદ હાઇવે પર બુધવારે જોરાપુરાના પાટીયા નજીક ઉભા હતા.
તે દરમિયાન પૂરપાટઝડપે પસાર થઇ રહેલું કોઇ અજાણ્યું વાહન તેમને અડફેટે લઇ ટક્કર મારી નાસી છૂટ્યું હતું. અકસ્માતમાં રોડ પર પટકાતાં પ્રધાનજી ઠાકોરનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા.

 

જયારે ડીસા તાલુકા પોલીસને જાણ કરતાં તાલુકા પોલીસ આવી પહોંચી હતી અને લાશનું પંચનામું કરી પી.એમ. અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. પી.એમ. કરાવ્યા બાદ લાશ વાલી વારસોને સોંપી હતી. આ અંગે ડીસા તાલુકા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!