પોલીસે કુલ રૂ. 6,76,280 નો મુદ્દામાલ જપ્ત કર્યો
બનાસકાંઠા એલ.સી.બી. પોલીસે મંગળવારે પાંથાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સ્કોર્પિયો ગાડીમાંથી દારૂ ઝડપી પાડયો છે.
જેમાં પોલીસે કુલ રૂ. 6,76,280 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જયારે એક શખ્સની અટકાયત કરી પાંથાવાડા પોલીસ સ્ટેશનને સોંપી પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા એલ.સી.બી. પોલીસને મંગળવારે પાંથાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી હકીકત મળેલી કે, મંડાર રાજસ્થાન તરફથી એક સફેદ કલરની
નંબર વગરની સ્કોર્પિયો ગાડીમાં ગેરકાયદેસર દારૂ ભરી પાંથાવાડા તરફ આવનાર છે. જે બાતમી હકીકત આધારે પાંથાવાડાથી કુચાવાડા તરફના રોડ ઉપર મહાદેવ હોટલ નજીક બનાસકાંઠા એલ.સી.બી. પોલીસે
નાકાબંધી કરી બાતમી હકીકતવાળી ગાડી શંકાસ્પદ જોતાં એલ.સી.બી.એ ગાડીનો પીછો કરી ઝડપી પાડી હતી. ગાડી ચાલક મશરૂજી રબારી (નાગલ) (રહે. ધુણસોલ, તા. લાખણી) વાળાને ઝડપી પાડી કુલ રૂ.
6,76,280 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જયારે ગાડી ચાલક સામે અને અંધારાનો લાભ લઇને એક અન્ય શખ્સ ફરાર થઇ જતાં બંને શખ્સો સામે પાંથાવાડા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
From-Banaskantha update