ડીસામાં પિતા-પુત્ર દુકાનમાં ઘૂસી વેપારી પર હુમલો કરતાં ચકચાર

- Advertisement -
Share

સમગ્ર ઘટના સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થઇ

 

ડીસાના સદર બજાર વિસ્તારમાં શનિવારે પિતા-પુત્રએ એક દુકાનમાં ઘૂસી વેપારી સાથે મારઝૂડ કરતાં ચકચાર મચી ગઇ છે.
મારઝૂડની સમગ્ર ઘટના સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થઇ જતાં વેપારીએ હુમલો કરનાર પિતા-પુત્ર સામે ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે લેખિત રજૂઆત કરી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, ડીસાના સદર બજાર વિસ્તારમાં મોહંમદવસીમ અબ્દુલગફુર ખરાદી નામનો વેપારી સૌભાગ્ય બેંગલ્સ નામની દુકાન ધરાવે છે.
જેની સામે શકીલઅહેમદ અને તેના પિતા મહંમદયુસુફ ખરાદી મીરા બંગાલ નામની દુકાન ચલાવે છે. બંને વચ્ચે શનિવારે નજીવી બાબતે તકરાર થતાં પિતા-પુત્ર બંને મોહંમદવસીમની દુકાનમાં ઘૂસી આવ્યા
હતા અને તેના નાનાભાઇ નદીમઅહેમદ પર હુમલો કર્યો હતો. પિતા-પુત્ર બંને નદીમઅહેમદ સાથે અપશબ્દો બોલી મારઝૂડ કરી હતી. જોકે, આજુબાજુના વેપારીઓ આવી જઇ મામલો થાળે પાડયો હતો.
મારઝૂડની સમગ્ર ઘટના સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થઇ ગઇ હતી. આ અંગે વેપારીએ ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે હુમલો કરનાર પિતા-પુત્ર સામે લેખિત રજૂઆત કરી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!